રાજ્યમાં ICAR ના ધારાધોરણ મુજબ ખાનગી યુનિવર્સિટીમાં કૃષિ અભ્યાસક્રમને મંજૂરી : આર.સી. ફળદુ

|

Mar 06, 2021 | 4:18 PM

Gujarat :  ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કૃષિ અભ્યાસક્રમ માટે ICAR ના ધારાધોરણ મુજબ કૃષિ અભ્યાસક્રમને ખાનગી યુનિવર્સીટીમાં ચલાવવા માટે મંજૂરી આપી છે.

Gujarat :  ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કૃષિ અભ્યાસક્રમ માટે ICAR ના ધારાધોરણ મુજબ કૃષિ અભ્યાસક્રમને ખાનગી યુનિવર્સીટીમાં ચલાવવા માટે મંજૂરી આપી છે. આ અંગે કૃષિ મંત્રી આર. સી. ફળદુએ સ્પષ્ટતા કરી હતી. રાજ્ય સરકારે ICAR ના ધારાધોરણ મુજબ અને રાજ્યમાં કૃષિ અભ્યાસક્રમનો વ્યાપ વધે તેમજ વિધાર્થીઓને તેનું શિક્ષણ રાજ્યમાં જ મળે તેવા ઉદ્દેશથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત કૃષિ મંત્રી આર. સી. ફળદુએ જણાવ્યું હતું કે આ પૂર્વે ખાનગી યુનિવર્સિટીઓને આઇસીઆરની અને રાજ્ય સરકારની મંજૂરી વિના કૃષિલક્ષી અભ્યાસક્રમ શરૂ ના કરવા ચેતવણી આપી હતી. તેમજ વિધાર્થીઓને પણ જાગૃત કરવામાં આવ્યા હતા. તેમ છતાં આ યુનિવર્સીટીઓ દ્વારા સરકારની આદેશની અવગણના કરીને છેક ડિગ્રી સુધી વિધાર્થીઓને ભણાવવામાં આવ્યા હતા. તેથી આ અંગે  Gujarat ના મુખ્યમંત્રીના સ્તરે આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેની બાદ મોટું મન રાખીને અને વિધાર્થીઓના હિતમાં સીએમ રૂપાણીએ આ નિર્ણય લીધો છે તેમ કૃષિ મંત્રી આર. સી. ફળદુએ જણાવ્યું હતું.

 

Next Video