Gujarat : 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા, મૃત્યુઆંક શૂન્ય, 5. 32 લાખ લોકોનું રસીકરણ કરાયું

|

Sep 09, 2021 | 8:01 AM

પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 17 કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે. સૌથી વધુ અમદાવાદ અને સુરતમાં 6-6 કેસ નોંધાયા. તો વડોદરામાં 4 અને વલસાડમાં 1 કેસ નોંધાયો.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્યમાં કોરોનાનો કેર સતત ઘટી રહ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 17 કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે. સૌથી વધુ અમદાવાદ અને સુરતમાં 6-6 કેસ નોંધાયા. તો વડોદરામાં 4 અને વલસાડમાં 1 કેસ નોંધાયો. રાજ્યના કુલ 30 જિલ્લા અને 5 મહાનગરોમાં શૂન્ય કેસ નોંધાયા. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 151 પર પહોંચી છે. જ્યારે વેન્ટિલેટર પર હવે 6 દર્દીઓ છે.

રાજયમાં રસીકરણની સ્થિતિ
રસીકરણની વાત કરીએ તો, પાછલા 24 કલાકમાં રાજ્યમાં 5 લાખ 32 હજાર લોકોનું રસીકરણ કરાયું. રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 60 હજાર 879 લોકોનું રસીકરણ કરાયું. જ્યારે અમદાવાદમાં 55 હજાર 630 લોકોએ રસી મુકાવી. આ તરફ વડોદરામાં 22 હજાર 447 અને રાજકોટમાં 25 હજાર 542 લોકોએ રસીકરણ કરાવ્યું. રાજ્યમાં કુલ 5 કરોડ 7 લાખનું રસીકરણ પૂર્ણ થયું છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ
કેરળમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. કેરળમાં દરરોજ કોરોનાના 30 હજારની આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં કોરોનાના 30 હજાર 196 કેસ નોંધાયા છે. જ્યારે 181 લોકોનાં મોત થયા છે. કેરળમાં નોંધાયેલા કેસ દેશના કુલ કેસના 70 ટકાથી પણ વધુ છે. દેશમાં કોરોનાના 43 હજાર 401 કેસ નોંધાયા છે. દેશમાં એક જ દિવસમાં 339 લોકો મૃત્યું પામ્યા છે. દેશમાં અત્યાર સુધી 4 લાખ 41 હજાર 782 લોકોનાં મોત થયા છે. દેશમાં હજુ પણ 3.87 લાખથી વધુ સક્રિય કેસ છે.

નોંધનીય છેકે દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાનો દર્શાવાઇ રહી છે. ત્યારે હાલની કોરોનાની સ્થિતિને પગલે તહેવારો સહિતના મેળાવડાઓને આંશિક છુટછાટ આપવામાં આવી રહી છે.

Next Video