રાજ્ય સરકાર મગફળીની ખરીદી અંગે ચિંતિત, રાજ્યમાં મગફળીની ખરીદી કોણ કરશે?

મગફળી ખરીદી અંગે અન્ન અને નાગરીક પુરવઠા નિગમના અધિકારીઓમાં મતમતાંતર જોવા મળી રહ્યા છે. એક તરફ અન્ન અને નાગરિક પુરવઠા નિગમના એમડી કહે છે કે, તેમની પાસે ખરીદીની ક્ષમતા હવે નથી. નિગમના ચેરમને દાવો છે કે, ખરીદી તો નિગમ કરશે જ. જો કે, અધિકારીઓના આ મતફેર વચ્ચે સરકારે કાર્યવાહી ચાલુ કરી લીધી છે. બનાસ ડેરી, […]

રાજ્ય સરકાર મગફળીની ખરીદી અંગે ચિંતિત, રાજ્યમાં મગફળીની ખરીદી કોણ કરશે?
| Edited By: | Updated on: Sep 18, 2020 | 9:11 PM

મગફળી ખરીદી અંગે અન્ન અને નાગરીક પુરવઠા નિગમના અધિકારીઓમાં મતમતાંતર જોવા મળી રહ્યા છે. એક તરફ અન્ન અને નાગરિક પુરવઠા નિગમના એમડી કહે છે કે, તેમની પાસે ખરીદીની ક્ષમતા હવે નથી. નિગમના ચેરમને દાવો છે કે, ખરીદી તો નિગમ કરશે જ. જો કે, અધિકારીઓના આ મતફેર વચ્ચે સરકારે કાર્યવાહી ચાલુ કરી લીધી છે. બનાસ ડેરી, સાબર ડેરી તેમજ ગુજકોમાસોલને મગફળી ખરીદવા માટે હાલક કરી છે. પરંતુ મગફળી ખરીદીનો અનુભવ ન હોવાથી સાબર અને બનાસ ડેરીએ ખરીદ પ્રક્રિયા માટે તૈયારી દર્શાવી નથી. તો ગુજકોમાસોલે મગફળીની ખરીદ પ્રક્રિયા માટે તમામ રીતે તૈયાર હોવાનો દાવો કર્યો છે. કૃષિપ્રધાનની અધ્યક્ષતામાં મંગળવારે સાંજે એક બેઠક પણ યોજાશે, જેમાં ખરીદ પ્રક્રિયા કોને સોંપવી તે અંગે ચર્ચા કરાશે.

આ પણ વાંચો: રાજકોટ ગરબા એસોસિએશને મુખ્યપ્રધાનને લખ્યો પત્ર, ગરબા ફિટનેસ ક્લાસની પરવાનગી માગી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 2:07 pm, Mon, 7 September 20