GSEB 12th Result 2021: રાજ્યમાં ધોરણ 12 સાયન્સનું 100 ટકા પરિણામ, અસંતુષ્ટ વિદ્યાર્થીઓની સપ્ટેમ્બરમાં યોજાશે પરીક્ષા

|

Jul 17, 2021 | 4:56 PM

ઉલ્લેખનીય છે કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને આ વર્ષ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે જે વિદ્યાર્થીઓ પરિણામથી અસંતુષ્ટ હોય તેવા વિદ્યાર્થીઓની બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ (Education Board) દ્વારા  ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ પરિણામથી(Result) અસંતુષ્ટ હોય તેવા વિદ્યાર્થીઓએ 15 દિવસમાં પોતાની માર્કશીટ જમા કરવાની રહેશે.

 

આ વર્ષ  ધોરણ 12 સાયન્સનું પ્રથમ વખત 100% પરિણામ આવ્યું છે. જેમાં સુરત જિલ્લામાં (Surat District) સૌથી વધુ પરિણામ નોંધાયું છે. મહત્વનું છે કે આ વર્ષ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (Mass Promotion) આપવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 12નું પરિણામ ધોરણ 10 અને 11ના પરિણામના આધારે બનાવવામાં આવ્યું છે.

 

શિક્ષણ બોર્ડના સેક્રેટરી ડી.એસ.પાટીલે (D.S.Patil)જણાવ્યું હતું કે,”ધોરણ 12 સાયન્સ બાદ BSC,ફાર્મસી અને મેડિકલ સહિતના ઘણા ઉચ્ચ અભ્યાસો ઉપલબ્ધ છે. જેથી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન દ્વારા પ્રવેશમાં કોઈ મુશ્કેલી સર્જાશે નહીં.”

 

ઉલ્લેખનીય છે કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને આ વર્ષ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે જે વિદ્યાર્થીઓ પરિણામથી અસંતુષ્ટ હોય તેવા વિદ્યાર્થીઓની બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવશે. જે માટે વિદ્યાર્થીઓએ 15 દિવસમાં પોતાનું પરિણામ શિક્ષણ બોર્ડમાં જમા કરવાનું  રહેશે.

 

આ પણ વાંચો: Junagadh : માંગરોળમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના પાકને જીવતદાન મળશે

Next Video