નમામિ દેવી નર્મદે : હરિદ્વારમાં થતી ગંગા આરતીની થીમ પર હવે નર્મદાની આરતી થશે, ટુંક સમયમાં પીએમ મોદી કરાવશે પ્રારંભ

|

Nov 13, 2021 | 9:55 PM

ગંગા, યમુના નદીઓની સાથે માં નર્મદા દર્શન માત્રથી પાપ દુર થાય છે ત્યારે સુપ્રસિદ્ધ શૂલપાણેશ્વર મહાદેવ મંદિર પાસે વિશાળ એક ઘાટ નર્મદા તટે બનાવ્યો છે. ત્યાં આવનારા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌ-પ્રથમ નર્મદા આરતી કરશે.

ગુજરાતમાં  (Gujarat ) આવેલી વિવિધ પવિત્ર નદીઓને પુજવાનો મહિમા અલગ જ છે અને તેમાં પણ વાત જ્યારે પાવન સલિલામાં નર્મદા  (Narmada )ની આવે ત્યારે આંખો અને મસ્તક ભાવથી નમી જ જાય છે. જાણવા મળી રહ્યું છે કે હવે હરિદ્વાર (Haridwar)માં જે પ્રકારે ગંગા આરતી થાય છે તે જ થીમ પર હવે નર્મદા તટે નર્મદા નીપણ આરતી ભક્તિભાવ પૂર્વક કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ની મહત્વકાંક્ષી વિચારધારામાં સામેલ આ એક પ્રોજેક્ટને હવે આખરી ઓપ અપાઈ ચુક્યો છે અને ટૂંક સમયમાં ખુદ વડાપ્રધાન મોદી નર્મદા ની આરતી કરીને તેનો પ્રારંભ પણ કરાવશે.

જણાવવું રહ્યું કે નર્મદા જિલ્લાના ગોરા ગામમાં નર્મદા ઘાટ ખાતે નર્મદા માતાની આરતીનું ગ્રાન્ડ રિહર્સલ પણ કરવામાં આવ્યું છે. રાજ્યના લોકોને ગંગા આરતીનો લ્હાવો લેવા માટે હરિદ્વાર સુધી જવાની જરૂર આ આરતીનાં પ્રારંભ બાદ નહીં પડે. અહીં ગંગા આરતી જેવી જ નિયમિત નર્મદા આરતી થશે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

નર્મદા ની આરતી દરમિયાન કેવી રહેશે સુવિધા ?

11 કરોડ રૂપિયાના ખર્ચે 50 મીટર લાંબો અને 35 મીટર પહોળો વિશાળ નર્મદા ઘાટ

આ ઘાટ ઉપર એક સાથે 6 હજાર ભાવિક ભક્તો આરતીનો લાભ લઈ શકશે

નર્મદા નદીમાં મ્યુઝિકલ ફાઉન્ટેન અને લેસર શો યોજાશે

આરતી પૂરી થયા બાદ ફાઉન્ટેન લેસર શો બતાવાશે

નર્મદા આરતીમાં  કાશીના  ખાસ પુજારીની હાજરી રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમ નર્મદા આરતી કરવાના હોવાથી અત્યારથી જ ગ્રાન્ડ રિહર્સલ શરૂ કરી દેવામા આવ્યું છે. આરતી બાદ નર્મદા નદીમાં મ્યુઝિક ફાઉન્ટેન લેસર શોનું પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું. દરરોજ આરતી પૂરી થયા બાદ લોકોને ફાઉન્ટેન લેસર શો પણ બતાવવામાં આવશે.

ગંગા, યમુના નદીની જેમ જ  માં- નર્મદા દર્શન માત્રથી પાપ દુર થાય છે ત્યારે સુપ્રસિદ્ધ શૂલપાણેશ્વર મહાદેવ મંદિર પાસે વિશાળ એક ઘાટ નર્મદા તટ બનાવવામાં આવ્યો છે અને  ત્યાં આવનારા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌ-પ્રથમ નર્મદા આરતી કરશે. જે રીતે હરિદ્વાર માં ગંગા આરતી થાય છે તેવી જ રીતે નિયમિત નર્મદા કિનારે માં નર્મદાની આરતી થશે.

ગોરા ખાતે રૂપિયા 11 કરોડના ખર્ચે 50 મીટર લાંબો અને 35  મીટર પહોળો વિશાળ નર્મદા ઘાટ બની ગયો છે. આ ઘાટ ઉપર 6 હજાર ભાવિકભકતો બેસી શકશે તેવી ક્ષમતા છે. તો પૂજારીઓ ઊભા રહેવા એક પ્લેટફોર્મ બનાવાયું છે. જ્યાં ઊભા રહી પૂજારીઓ નિયમિત સંધ્યા આરતી કરશે.

નર્મદા આરતી માટે કાશી વિશ્વ વિદ્યાલયના સહયોગથી પૂજારીઓએ દ્વારકા, શારદાપીઠ, કાશી, મથુરામાં સંસ્કૃત પાઠશાળામાં શિક્ષણ મેળવ્યું છે અને, હાલ દરરોજ પૂજારીઓ દ્વારા સંગીતમય આરતીનું રિહર્સલ થઈ રહ્યું છે.

નર્મદા તટ પર હવે આરતીની આ સુવિધા ઉભી થવાની હોવાને લઈ ભક્તોમાં ખુબ આનંદ અને ઉત્સાહ અત્યારથી જ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો મુજબ સ્ટેચ્યુ બાદ હવે ગોરા તટ પર આ રીતે થનારી આરતીથી ભક્તો સાથે ટુરિસ્ટોની સંખ્યામાં પણ વધારો થશે એ નક્કી છે.

આ પણ વાંચો : સુરત : સુમુલ ડેરીમાં કામદારોનો વિરોધ, મૃતકના પરિવારજનોની માગણી સંતોષતા ધરણાં સમેટાયા

આ પણ વાંચો : દ્વારકાની ઘટના બાદ વલસાડના દરિયાકાંઠે પણ સ્થાનિક પોલીસ અને મરીનની ટીમે પેટ્રોલિંગ શરૂ કર્યું

Published On - 2:25 pm, Sat, 13 November 21

Next Article