વિદ્યાર્થીઓ એપ પરથી પુસ્તક પસંદ કરશે, વાન કલાકમાં પહોંચાડી દેશે

INFLIBNET એ ગાંધીનગરમાં ગ્રામીણ જ્ઞાન સેતુ પાયલોટ લોન્ચ કર્યું છે. 40+ ગ્રામીણ શાળાઓ માટે એપ્લિકેશન-આધારિત ડોરસ્ટેપ બુક ડિલિવરી, 4 પુસ્તકાલયોને જોડે છે.

વિદ્યાર્થીઓ એપ પરથી પુસ્તક પસંદ કરશે,  વાન કલાકમાં પહોંચાડી દેશે
Image Credit source: AI
| Updated on: Aug 24, 2026 | 11:59 AM

આમ તો તમે ફુડ ડિલીવરી કે પછી સામાનની ડિલીવરીની એપલિકેશન વિશે વાતો સાંભળી હશે. પરંતુ થોડા સમય પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ‘Gramin Gyan Setu’ મોબાઇલ એપ લોન્ચ કરી હતી.ગુજરાતમાં INFLIBNETએ બાળકોની લાઈબ્રેરીની અછતને પુરી કરી છે, હવે વિદ્યાર્થીઓ એપથી પુસ્તક પસંદ કરશે અને વાન કલાકમાં પહોંચાડી દેશે આ એપનો હેતુ ગાંધીનગર લોકસભા મતવિસ્તારની ગ્રામ્ય અને કેન્દ્રીય લાઇબ્રેરીઓને ડિજિટલ રીતે જોડવાનો છે. તે અંતર્ગત 752 લાઇબ્રેરીઓને ડિજિટલી જોડવામાં આવી છે.

વાન નિર્ધારિત સમયમાં પુસ્તકો પહોંચાડશે

પુસ્તકો વાચકો સુધી પહોંચાડવા માટે 4 વિશેષ વાનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વાન દર 15 દિવસે ગામોની મુલાકાત લઈને પસંદ કરાયેલાં પુસ્તકો પહોંચાડશે.હાલમાં આ યોજના 40 ગ્રામીણ વિદ્યાલય પુસ્તકાલયોને કવર કરે છે. અમદાવાદ અને ગાંધીનગરના 4 મુખ્ય લાઈબ્રેરી સાથે જોડે છે. જેનાથી ગ્રામીણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને 2.5 લાખથી વધારે પુસ્તકો પહોચી શકે. 4 વાન એક નિર્ધાર્તિ સમયમાં પુસ્તકો પહોંચાડશે.ગ્રામીણ વિદ્યાર્થીઓ અને વાંચકો ઘર બેઠા પુસ્તકાલયની સુવિધાઓ અને જ્ઞાનભંડાર સાથે સરળતાથી જોડાઈ શકશે

આ પહેલનો ઉદ્દેશ્ય ગાંધીનગર, કલોલ અને સાણંદ વિધાનસભા મતવિસ્તારના ગામડાઓમાં બાળકોને વાંચન માટે પ્રોત્સાહિત કરવાનો અને તેમના પોતાના ગામડાઓમાં જ તેમને જ્ઞાનના વિશાળ સંસાધનો પૂરા પાડવાનો છે. અત્યાર સુધીમાં, 752 પુસ્તકાલયો એપ સાથે જોડાયેલા છે, જ્યારે કુલ 280,000 પુસ્તકોના સંગ્રહ સાથે ચાર મોટી પુસ્તકાલયો ગ્રામીણ પુસ્તકાલયો સાથે જોડાયેલા છે.

બાળકોને વાંચવા અને લખવા માટે પ્રોત્સાહિત

ધ્યેય એ છે કે, દરેક ગામમાં પુસ્તકાલયો સ્થાપિત કરવામાં આવે જેથી બાળકોને વાંચવા અને લખવા માટે પ્રોત્સાહિત કરી શકાય. આ પુસ્તકાલયો શાળાઓની નજીક અને ગામડાઓના કેન્દ્રમાં સ્થાપિત કરવામાં આવી રહ્યા છે, જેથી બાળકો અને ગ્રામજનો સરળતાથી તેમને સુલભ બનાવી શકે. લાઈબ્રેરીમાં બાળકો માટે ઉપયોગી પુસ્તકો, કિશોરો અને યુવાનો માટે કારકિર્દી સંબંધિત પુસ્તકો અને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી સંબંધિત સામગ્રી પ્રદાન કરશે. ગુજરાતના ઇતિહાસ, દેશનો ઇતિહાસ, સ્વતંત્રતા સંગ્રામ અને 1857ની ક્રાંતિ પરના પુસ્તકો પણ ગામડાના પુસ્તકાલયોમાં ઉપલબ્ધ રહેશે.

Trending Video : તાઇવાનનો અભિનેતા ભારતીય મહિલાના પ્રેમમાં પડ્યો, આ રીતે શરુ થઈ Love Story જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.