Gram Panchayat Election : ખેડા જિલ્લાના ઢૂંડી ગામની સિદ્ધિની વિશ્વભરમાં નોંધ લેવાઇ, પરંતુ આ ગામમાં પાયાની સુવિધાનો છે અભાવ

ખેડા જિલ્લાના ઢૂંડી ગામની જેની નોંધ સમગ્ર વિશ્વમાં લેવાઈ છે. માત્ર 1500 લોકોની વસતિ ધરાવતા આ ગામની મુલાકાતે દેશ વિદેશના લોકો આવે છે. જેનું કારણે છે ગામના 7 ખેડૂતોએ સ્થાપેલી વિશ્વની પ્રથમ સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી. જોકે, વિશ્વમાં ખ્યાતિ પામેલા ગામમાં પણ લોકોને પ્રાથમિક સુવિધાઓ નથી મળતી.

Gram Panchayat Election : ખેડા જિલ્લાના ઢૂંડી ગામની સિદ્ધિની વિશ્વભરમાં નોંધ લેવાઇ, પરંતુ આ ગામમાં પાયાની સુવિધાનો છે અભાવ
Gram Panchayat Election:
| Edited By: | Updated on: Dec 04, 2021 | 11:51 AM

Gram Panchayat Election : ગ્રામ પંચાયતની ચૂંટણી માટે હાલમાં ઉમેદવારી કરવા મુરતિયાઓ મામલતદાર કચેરીએ આંટાફેરા કરી રહ્યાં છે. ત્યારે ખેડા જિલ્લાના એક એવા ગામની જે ગામની નોંધ સમગ્ર વિશ્વમાં લેવાઈ છે, પણ સુવિધાના નામે નાગરિકો માટે જોઈએ તેવી કોઈ કામગીરી થઈ નથી.

ખેડા જિલ્લાના ઢૂંડી ગામની જેની નોંધ સમગ્ર વિશ્વમાં લેવાઈ છે. માત્ર 1500 લોકોની વસતિ ધરાવતા આ ગામની મુલાકાતે દેશ વિદેશના લોકો આવે છે. જેનું કારણે છે ગામના 7 ખેડૂતોએ સ્થાપેલી વિશ્વની પ્રથમ સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી. જોકે, વિશ્વમાં ખ્યાતિ પામેલા ગામમાં પણ લોકોને પ્રાથમિક સુવિધાઓ નથી મળતી. ગામલોકોનો આરોપ છે કે, નેતાઓ અને પદાધિકારીઓ આ ગામમાં ફોટો પડાવવા તો આવે છે, પણ ગામમાં કોઈ વિકાસના કામો જોવા મળતા નથી. ગામમાં ગટરની કોઈ સુવિધા નથી. સ્ટ્રીટ લાઇટ નથી. સ્મશાન નથી. ધોબી ઘાટ કે પશુઓને પાણી પીવા જાહેરસ્થળો પર કોઈ વ્યવસ્થા નથી.

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાનું ખોબા જેવડું ઢૂંડી ગામ,1500 નાગરિકોની વસ્તી ધરાવતા ઢૂંડી ગામમાં દેશ વિદેશના મુલાકાતીઓ અવાર નવાર મુલાકાતે આવતા હોય છે. ગામની મુલાકાત લેવાનું કારણ છે. ગામના 7 ખેડૂતો દ્વારા સ્થાપેલી સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી, જે સમગ્ર વિશ્વમાં પ્રથમ છે, 2016માં સ્થાપવામાં આવેલી ઢૂંડી સૌર ઊર્જા ઉત્પાદક સહકારી મંડળીને કારણે નાનકડું ગામ સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામ્યું, પણ રાજ્ય સરકાર હોય કે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત, ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય, અધિકારીઓ અને પદાધિકારી ગામના નાગરિકોની મહેનતનો જસ લેવા ફોટો પડાવવા તો આવે છે, પણ ગામમાં કોઈ વિકાસના કામો જોવા મળતા નથી. ગામમાં ગટરની કોઈ સુવિધા આજદિન સુધી નથી કે નથી સ્ટ્રીટ લાઇટની સુવિધા,કે ગામમાં નથી સ્મશાનની સુવિધા કે નથી ગામમાં ધોબી ઘાટ કે પશુઓને પાણી પીવા જાહેરસ્થળો પર કોઈ વ્યવસ્થા નથી. ગામનું નામ ભલે સમગ્ર વિશ્વમાં ગુંજતું હોય પણ tv9ની ટિમ ગામમાં મુલાકાતે ગઈ તો માત્ર ને માત્ર નાગરિકોમાં મુખે પ્રશ્નો જ સાંભળવા મળ્યા.

રાજ્યમાં કુલ 10 હજાર 882 ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. જે બાદ 6 ડિસેમ્બરે ફોર્મ તપાસવાનો છેલ્લો દિવસ હશે. અને 7 ડિસેમ્બરે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ છે. 19 ડિસેમ્બરે ચૂંટણીનું મતદાન યોજાશે. અને જો જરુર પડે તો 20 ડિસેમ્બરે પુનઃ મતદાન પણ યોજાઇ શકે છે.