Gram Panchayat Election : ધોરાજી તાલુકાના જમનાવડમાં ગ્રામ પંચાયત સમરસ થઈ, ગ્રામજનોએ યુવા સરપંચ પર વિશ્વાસ કાયમ રાખ્યો

|

Dec 08, 2021 | 1:35 PM

બિનહરીફ સરપંચ તરીકે ચૂંટાયેલા હિતેશભાઈનું કહેવું છે કે લોકોએ એમની પર વિશ્વાસ મુકેલ છે. જે વિશ્વાસ બદલ ગામમાં જે વિકાસના કામો બાકી છે તેને પૂરા કરશે અને ગામને વધુમાં વધુ પ્રાથમિક સુવિધાઓ મળી રહે માટે પ્રયત્ન કરશે.

Gram Panchayat Election : ધોરાજી તાલુકાના જમનાવડમાં ગ્રામ પંચાયત સમરસ થઈ, ગ્રામજનોએ યુવા સરપંચ પર વિશ્વાસ કાયમ રાખ્યો
જમનાવડ ગામ પંચાયત સમરસ જાહેર થઇ

Follow us on

Gram Panchayat Election : રાજકોટ જિલ્લાના ધોરાજી (Dhoraji)તાલુકાના જમનાવડમાં (Jamnavad village) ગ્રામ પંચાયત સમરસ (Gram Panchayat Samaras) થઈ છે. લોકોએ ગત ટર્મમાં યુવા સરપંચ રહી ચૂકેલા હિતેશ વાઘમસી (Hitesh Waghamsi)અને પંચાયતના તમામ સભ્યોને બિન હરીફ ચૂંટી કાઢયા છે.

ધોરાજી (Dhoraji) તાલુકાનું નાનું એવું જમનાવડ ગામ (Jamnavad village)  જે 2500 ની વસ્તી ધરાવતું ગામ છે. જે ગામમાં આઝાદી બાદ કોઈપણ જાતનું વિકાસનું કામ થયું ના હતું. પરંતુ ગત ટર્મમાં જમનાવડના સ્થાનિકોએ ગ્રામ પંચાયતનું સુકાન યુવા શક્તિના હાથમાં સોંપેલ હતું. અને યુવા સરપંચ (yuva sarpanch) અને એમની ટીમ દ્વારા જમનાવડ ગામમાં વિકાસના અનેક કામો કરતા ગ્રામજનોએ ફરી આ ટર્મમાં ગત ટર્મમાં સરપંચ રહી ચુકેલ યુવા સરપંચ હિતેશ વઘામસીને ફરી બિન હરીફ સરપંચ તરીકે ચૂંટી અને ગામનું સુકાન યુવા શક્તિના હાથમાં સોંપ્યું છે.

જમનાવડ ગામના સ્થાનિકોનું કહેવું છે કે ગત ટર્મમાં સરપંચ રહી ચૂકેલા હિતેશ ભાઈએ(Hitesh Waghamsi) ગામમાં કોરોનાકાળમાં પણ સુંદર કામગીરી કરેલ હતી. અને ગામમાં છેલ્લા પાંચ વર્ષમાં વિકાસના અનેક કામો કર્યા છે. ગામમાં પ્રવેશતા સુંદર પ્રવેશ દ્વાર અને ખાસ કરીને ભૂલકાઓને રમવા માટે ગાર્ડન અને વૃદ્ધો વડીલો માટે બેસવા પલાટ બેસાડવામાં આવી અને ગામમાં પેવર રોડ, પીવાના પાણી માટે ફિલ્ટર પ્લાન્ટ જેવી સુવિધાઓ લોકો માટે વિકાસના કામરૂપે ઉપલબ્ધ કરી આપવામાં આવી. જેને લઇ અને ગ્રામજનોએ ફરી હિતેશ વાધમસીને અને એમની યુવા ટીમને બિનહરીફ ચૂંટી અને પંચાયતનું સુકાન સોંપ્યું છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બિનહરીફ સરપંચ તરીકે ચૂંટાયેલા હિતેશભાઈનું કહેવું છે કે લોકોએ એમની પર વિશ્વાસ મુકેલ છે. જે વિશ્વાસ બદલ ગામમાં જે વિકાસના કામો બાકી છે તેને પૂરા કરશે અને ગામને વધુમાં વધુ પ્રાથમિક સુવિધાઓ મળી રહે માટે પ્રયત્ન કરશે. જમનાવડ ગામમાં ગ્રામજનોએ યુવા શક્તિના હાથમાં ગ્રામ પંચાયતનું સુકાન સોંપેલ છે. હવે ગ્રામજનો આશા રાખી રહ્યા છે કે ગામમાં હજુ વધુ વિકાસ થાય અને ગામ વધુ વિકસિત બને.

આ પણ વાંચો : GUJARAT : જૂનિયર રેસિડેન્ટ તબીબોની બીજા દિવસે હડતાળ યથાવત, દર્દીઓને પડી રહી છે હાલાકી

આ પણ વાંચો : RAJKOT : ઑમિક્રૉનને લઇને IMAએ જાહેર કરી માર્ગદર્શિકા, દસ મહત્વના સૂચનો જાહેર કર્યા

 

Published On - 1:34 pm, Wed, 8 December 21

Next Article