Gram Panchayat Election : ઘોઘા તાલુકાનું અવાણીયા ગામ સમરસ બન્યું, ભોજપરા ગામમાં યોજાશે ચૂંટણી

|

Dec 08, 2021 | 12:03 PM

ભાવનગર જિલ્લામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાવનગરના અનેક ગામડાઓમાં સમસ્યાઓ પણ છે અને સુવિધાઓ પણ છે. ત્યારે ભાવનગરના ભોજપરા ગામમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ભોજપરા ગામમાં આજ સુધી પાંચ વાર સમરસ થયેલું છે.

Gram Panchayat Election : ઘોઘા તાલુકાનું અવાણીયા ગામ સમરસ બન્યું, ભોજપરા ગામમાં યોજાશે ચૂંટણી
Gram Panchayat Election:

Follow us on

Gram Panchayat Election : ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનું અવાણીયા ગામ એક એવું ગામ છે કે જે ગામમાં ભારત આઝાદ થયા બાદ આજ સુધી માત્ર એક જ વાર ગ્રામ પંચાયતની ચૂંટણી થવા પામેલ છે. બાકી તમામ ચૂંટણીઓ આજ સુધી સમરસ થવા પામેલ છે. હાલમાં ગ્રામ પંચાયતની ચુંટણી પણ સમરસ થયેલ છે. અવાણિયા ગામના લોકોની સમજણ અને સમરસ ગામ થવાને લઇને ગામમાં અનેક વિકાસના કામો થવા પામેલ છે.

ગામમાં બ્લોકના રોડ રસ્તા, નંદ ઘર, સ્ટ્રીટ લાઈટ, ડ્રેનેજ, ચૂબુતરો સહિત અનેક સુવિધાઓ ઉભી થવા પામેલ છે. જયારે હાલમાં ગામમાં પાણીની બહુ મોટી સમસ્યા છે. અને ડ્રેનેજ બહુ ઉભરાય છે અને કેનાલનો પણ પ્રશ્ન છે અને એના માટે રજૂઆત પણ કરવામાં આવેલ છે. ત્યારે હાલમાં અવાણિયા ગામને સમરસ કરી હજુ ગામમાં સારા લોકહીત કામો માટે અવાણિયા ગામને ફરી સમરસ કરેલ છે. જેમાં વડીલોની ભૂમિકા ખુબજ મહત્વની છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ભોજપરા ગામમાં યોજાશે ગ્રામ પંચાયતની ચૂંટણી, પાંચવાર ગામ સમરસ થયું છે

ભાવનગર જિલ્લામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાવનગરના અનેક ગામડાઓમાં સમસ્યાઓ પણ છે અને સુવિધાઓ પણ છે. ત્યારે ભાવનગરના ભોજપરા ગામમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ભોજપરા ગામમાં આજ સુધી પાંચ વાર સમરસ થયેલું છે. આ ચૂંટણીમાં ગામમાંથી ચાર યુવાનોએ સરપંચ બનવા માટે ચૂંટણીમાં દાવેદારી કરેલ છે. ગામના લોકો આ ચૂંટણીમાં યુવાન સરપંચ ઇચ્છે છે. હાલ ગામમાં રોડ રસ્તાની સુવિધા છે. મંત્રી, શિક્ષકો અને હેલ્થ કર્મીઓ નિયમિત ગામમાં આવે છે. યુવાનો માટે સારું મેદાન નથી, ડ્રેનેજની પણ ખાસ સારી સગવડતા નથી, સ્વચ્છતા ને લઇને ભોજપરા ગામમાં બહુ મોટી સમસ્યા છે. ત્યારે ગામના લોકો દ્વારા ગામમાં બાકી રહેલા કામો પૂરા થાય અને ગામને વિકાસ તરફ લઈ જાય તેવા સરપંચને ચૂંટી કાઢવાનુ ગામના લોકો જણાવી રહ્યા છે.

ભાવનગર જિલ્લામાં યોજાનારી ૪૩૭ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સરપંચ માટે ૫૨૯ ફોર્મ અને સભ્યો માટે ૨૨૫૯ ફોર્મ મળીને કુલ ૨૭૮૭ ફોર્મ ભરાયાં હતાં, વલ્લભીપુરમાં ૪ ગ્રામ પંચાયત સમરસ થઈ, મહુવામાં ૨૦૯ સરપંચ અને વોર્ડના ૧૨૦૦ સભ્યોએ ફોર્મ ભર્યા, જ્યારે હવે આ ફોર્મ પ્રક્રિયા પૂર્ણ થતા આવતા દિવસોમાં ગામડાઓમાં ભારે ચૂંટણીનો માહોલ જામશે.

Next Article