દિવ્યાંગ રમતવીરો માટે રાજયસરકારની મોટી જાહેરાત, જાણો કોને અપાશે સરકારી નોકરીમાં સીધી ભરતી?

|

Jul 15, 2021 | 6:15 AM

ગુજરાતની રૂપાણી સરકારે દિવ્યાંગ ખેલાડીઓ માટે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકાર આંતરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં મેડલ જીતવાના આધારે તેમને વર્ગ 1-2 માં સીધી ભરતી આપશે.

દિવ્યાંગો માટે થઇને રાજ્ય સરકારે ખુબ મોટો નિર્ણય કર્યો છે. જી હા દિવ્યાંગ રમતવીરો અને તેમના પરિજનો માટે ખુશીના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે દિવ્યાંગ રમતવીરોને લઈને કહ્યું કે તેમની સરકારી નોકરીમાં વર્ગ 1-2 માં સીધી ભરતી કરાશે. આ જાહેરાત પેરાલિમ્પિક, કોમનવેલ્થ પેરા સ્પોર્ટ્સ અને પેરા એશિયન ગેમ્સના રમતવીરો માટે કરવામાં આવી છે.

દિવ્યાંગ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય રમતોની સ્પર્ધા માટે પ્રોત્સાહન મળી રહે તેને લઈને ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે આ બાબતે નિર્ણય લીધો છે કે પેરાલિમ્પિક, કોમનવેલ્થ પેરા સ્પોર્ટસ અને પેરા એશિયન ગેમ્સમાં દિવ્યાંગ રમતવીરોએ મેળવેલા પદકના આધારે સરકારી નોકરીમાં વર્ગ 1-2માં સીધી ભરતી કરાશે. સ્વાભાવિક છે કે રમત માટે ઝનૂન રાખતા દિવ્યાંગ રમતવીરો માટે આ મોટા અને સારા સમાચાર છે.

 

 

આ પણ વાંચો: Ahmedabad: ‘રક્ષક જ બન્યો ભક્ષક’, ફરિયાદી મહિલાને વિશ્વાસમાં લઈ પોલીસ કોન્સ્ટેબલે આચર્યું દુષ્કર્મ

Next Video