રીડેવલપમેન્ટ સ્કીમ માટે ચેતવણીજનક કિસ્સો, ભાડુ આપો અથવા બાંધકામની મંજૂરી આપોની માંગ સાથે ઉપવાસ, મહિલાની તબિયત લથડી, ભાજપના પૂર્વ કોર્પોરેટર પણ જોડાયા ઉપવાસ આંદોલનમાં

|

Sep 21, 2020 | 1:02 PM

સુરતના કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટ રીડેવલપમેન્ટનો વિવાદ વધુ વકર્યો છે. મહાનગરપાલિકાની કચેરીની બહાર ઉપવાસ ઉપર બેઠેલા ગોટાલાવાડી ટેનામેન્ટના રહીશોની સાથે ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર પણ જોડાતા રાજકારણ પણ ગરમાયુ છે. ઉપવાસી છાવણીમાં એક મહિલાની તબિયત લથડી છે. જૂના મકાનોને તોડીને તેના સ્થાને નવા બનાવવા માટેના રીડેવલમેન્ટ માટે ચેતવણી આપતો કિસ્સો સુરતમાં બન્યો છે. બિલ્ડર, મહાનગરપાલિકા અને […]

રીડેવલપમેન્ટ સ્કીમ માટે ચેતવણીજનક કિસ્સો, ભાડુ આપો અથવા બાંધકામની મંજૂરી આપોની માંગ સાથે ઉપવાસ, મહિલાની તબિયત લથડી, ભાજપના પૂર્વ કોર્પોરેટર પણ જોડાયા ઉપવાસ આંદોલનમાં

Follow us on

સુરતના કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટ રીડેવલપમેન્ટનો વિવાદ વધુ વકર્યો છે. મહાનગરપાલિકાની કચેરીની બહાર ઉપવાસ ઉપર બેઠેલા ગોટાલાવાડી ટેનામેન્ટના રહીશોની સાથે ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર પણ જોડાતા રાજકારણ પણ ગરમાયુ છે. ઉપવાસી છાવણીમાં એક મહિલાની તબિયત લથડી છે.

જૂના મકાનોને તોડીને તેના સ્થાને નવા બનાવવા માટેના રીડેવલમેન્ટ માટે ચેતવણી આપતો કિસ્સો સુરતમાં બન્યો છે. બિલ્ડર, મહાનગરપાલિકા અને પુરાતત્વ વિભાગની વચ્ચે ફસાયેલા રહીશો પાસે હવે રહેવા માટે નથી ઘર. જ્યા રહેતા હતા તે સ્થળને તોડી પાડ્યા બાદ, નવી ઊંચી ઈમારત બાંધવા માટેની જરૂરી મંજૂરી હેરીટેઝ ઈમારતને કારણે મળતી નથી. નવી ઊંચી ઈમારત ના બંધાતા ગોટાલાવાડી ટેનામેન્ટના 1304 ઘરના રહીશો આજે ઘરવિહીન થઈ ગયા છે. નથી બિલ્ડર્સ દ્વારા વધુ ભાડુ ચુકવાતુ કે નથી નવા ઘર મળતા. જાએ તો આખીર જાએ કહા એ સ્થિતિ ગોટાલાવાડી ટેનામેન્ટના રહીશોની થઈ છે.

સુરતના કતારગામ વિસ્તારના ગોટાલાવાડી ટેનામેન્ટના રહીશોએ પંસદ કરેલ રીડેવલપમેન્ટ સ્કીમ કાયદાની આટીઘૂંટીમાં ફસાઈ છે. જેના કારણે ગોટાલાવાડીના 1304 રહીશોને નથી મળતુ ભાડુ કે નથી મળતુ નવુ ઘર. સમગ્ર મામલાની વિગત એવી છે કે, 2018માં ગોટાલાવાડીના 1304 ઘરના રહીશોએ બિલ્ડર પાસે રીડેવલપમેન્ટના કરાર કર્યા. રીડેવલપમેન્ટ સ્કિમ મુજબ 13 માળની ઈમારત બાંધવાની હતી. આથી ગોટાલાવાડી ટેનામેન્ટના 1304 પરીવારને દર મહિના 7000 લેખે ભાડુ ચુકવવાનું નક્કી કર્યું. બિલ્ડર દ્વારા ગોટાલાવાડી ટેનામેન્ટ તોડી પાડ્યા બાદ નવી ઈમારતનો પ્લાન પાસ કરાવવા કોર્પોરેશનમાં ગયા ત્યારે વિટંબણાઓ શરુ થઈ. ગોટોલાવાડી ટેનામેન્ટની બાજુમાં પુરાતત્વ વિભાગે ઐતિહાસીક જાહેર કરેલ ઈમારત છે. જેના કારણે બિલ્ડરને 13ના બદલે માત્ર સાત માળ સુધીની જ પરવાનગી મળે તેવી સ્થિતિ સર્જાઈ છે. બિલ્ડર્સ 7ને બદલે 13 માળની ઉંચાઈ સુધીના બાંધકામની પરવાનગી માંગે છે. જે ના મળતા ગોટોલાવાડી ટેનામેન્ટન રહીશોને ભાડુ ચૂકવવાનું બંધ કર્યું છે. રહીશો ભાડુ આપો અથવા જરૂરી ઉચાઈની મંજૂરી આપોની માંગ સાથે સુરત મહાનગરપાલિકાની કચેરીએ બે દિવસથી ભૂખ હડતાળ ઉપર ઉતર્યા છે. જેમાં એક મહિલાની તબિયત લથડી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Published On - 6:04 am, Sun, 2 August 20

Next Article