ખુશખબર : ગુજરાતમાં બે દિવસમાં કોરોનાના કેસ 20 થી નીચે, પંદર દિવસમા એક પણ મૃત્યુ નહિ

|

Aug 05, 2021 | 5:44 PM

ગુજરાતમાં છેલ્લા 24 કલાક કોરોનાના સૌથી ઓછા 15 કેસ નોંધાયા છે. તેમજ છેલ્લા 15 દિવસમાં કોરોનાથી મૃત્યુઆંક શૂન્ય પર પહોંચ્યો છે.

ખુશખબર : ગુજરાતમાં બે દિવસમાં કોરોનાના કેસ 20 થી નીચે, પંદર દિવસમા એક પણ મૃત્યુ નહિ
Good news Corona cases in Gujarat are below 20 in two days not a single death in 15 days(File Photo)

Follow us on

ગુજરાત(Gujarat)ના કોરોનાના બીજી લહેર તેની અંત તરફ આગળ વધી રહ્યું છે . જેમાં રાજ્યમાં છેલ્લા બે દિવસમાં કોરોના(Corona) ના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યના છેલ્લા બે દિવસમાં કોરોનાના કેસ 20 થી પણ ઓછા નોંધાયા છે. જે ગુજરાત માટે સારા સમાચાર છે. જેમાં ગુજરાતમાં છેલ્લા 24 કલાક કોરોનાના સૌથી ઓછા 15 કેસ નોંધાયા છે. તેમજ છેલ્લા 15 દિવસમાં કોરોનાથી મૃત્યુઆંક શૂન્ય પર પહોંચ્યો છે.

ગુજરાતના છેલ્લા 24 કલાકમાં સામે આવેલા કોરોનાના આંકડા પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી ઓછા માત્ર 15 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યની 3 મહાનગરો અને 25 જિલ્લામાં શૂન્ય કેસ નોંધાયા છે. જ્યારે વેન્ટિલેટર પર 5 દર્દીઓ અને કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 213 થઇ છે.

રાજ્યના મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં 3 કેસ અને વડોદરામાં 4 કેસ નોંધાયા છે. જ્યારે સુરત અને જૂનાગઢમાં 2-2 કેસ નોંધાયા છે. મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,076 પર સ્થિર છે.જ્યારે અત્યાર સુધી કુલ 8.14 લાખ દર્દીઓ કોરોના સામેનો જંગ જીત્યા છે. જયારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 28 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજ્યમાં કોરોના રિકવરી રેટ 98.75 ટકા પર સ્થિર છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ પણ વાંચો :  Health Tips : આ ફળ હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોક જેવી ખતરનાક સ્થિતિઓથી બચાવે છે, જાણો તેના 5 જબરદસ્ત ફાયદાઓ !

આ પણ વાંચો :  Kutch ની સૂકી ધરતી પર નર્મદાનું પાણી પહોંચાડી સરકારે કચ્છને પાણીદાર બનાવ્યું : સીએમ રૂપાણી

Published On - 5:37 pm, Thu, 5 August 21

Next Article