ભડકાઉ નિવેદનોથી ચર્ચામાં રહેતા કાજલ હિન્દુસ્તાની કોણ છે, જાણો સમગ્ર વિગતો

કાજલ હિંદુસ્તાનીની વેબસાઇટના  દાવા પ્રમાણે તેણે  "2019ની લોકસભા ચૂંટણી પ્રચારના ભાગ રૂપે, તેણીએ ભાજપ અને પીએમ મોદીની અનેક સિદ્ધિઓ વિશે લોકોને માહિતગાર કરવા યુએસના વિવિધ શહેરોમાં પ્રવાસ પણ કર્યા હતા.

ભડકાઉ નિવેદનોથી ચર્ચામાં રહેતા કાજલ હિન્દુસ્તાની કોણ છે, જાણો સમગ્ર વિગતો
| Edited By: | Updated on: Apr 03, 2023 | 7:07 PM

તાજેતરમાં જ કાજલ હિન્દુસ્તાની ઉનામાં તેમના ભાષણ દરમિયાન ચોક્કસ કોમને ટાર્ગેટ કરવા બદલ ચર્ચામાં આવ્યા હતા. નોંધનીય છે કે રામનવમીના દિવસે ઉનામાં યોજાયેલી સભામાં કાજલ હિન્દુસ્તાનીએ જાહેર મંચ પરથી લવ જેહાદ તેમજ લેન્ડ જેહાદ સહિતના મુદ્દે ચોક્કસ સમુદાય પર નિશાન સાધ્યું હતું.

કાજલ હિન્દુસ્તાનીએ લવ જેહાદ મુદ્દે સેના બનાવવા આહ્વાન કર્યું હતું. જોકે કાજલ હિન્દુસ્તાનીના ભાષણના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. કાજલના નિવેદન બાદ ઉનામાં એક સમાજે બંધનું એલાન આપ્યું હતું.

સ્વયં ઘોષિત હિન્દૂ નેતાની ઓળખ પામેલા અને  વારંવાર ચર્ચામાં આવતા હિન્દૂ નેતા કાજલ હિંદુસ્તાનીએ તેના ટ્વિટર બાયોડેટામાં  જણાવ્યા પ્રમાણે તે ઉદ્યોગસાહસિક, સંશોધન વિશ્લેષક, ડિબેટર, સામાજિક કાર્યકર્તા, રાષ્ટ્રવાદી છે. સાથે જ તે પોતાને ગૌરવપૂર્ણ બારતીય રાષ્ટ્રવાદી તરીકે પણ ઓળખાવે છે.

ટ્વિટર પર તેના 86.9k ફોલોઅર્સ છે

તો કાજલ હિંદુસ્તાનીની વેબસાઇટના દાવા પ્રમાણે તેણે  “2019ની લોકસભા ચૂંટણી પ્રચારના ભાગ રૂપે, તેણીએ ભાજપ અને પીએમ મોદીની અનેક સિદ્ધિઓ વિશે લોકોને માહિતગાર કરવા યુએસના વિવિધ શહેરોમાં પ્રવાસ પણ કર્યા હતા.

કાજલ હિંદુસ્તાનીની વેબસાઈટના અન્ય દાવા પ્રમાણે  2019ની લોકસભા ચૂંટણીમાં ઓમ બિરલા માટે કોટા (રાજસ્થાન)ના મેદાનમાં પ્રચાર પણ કર્યો હતો.

કાજલ હિંદુસ્તાનીએ સામાજિક કાર્યકર તરીકે ગુજરાતના એક ગામને દત્તક લેવાનો પણ દાવો કર્યો છે.

આ પણ વાંચો:  Gujarati Video: હિન્દુ નેતા કાજલ હિન્દુસ્તાનીએ ચોક્કસ સમુદાય ઉપર કરેલા વિવાદાસ્પદ નિવેદનથી વિવાદ

જાણો શું થયું હતું ઉનામાં

રામ નવમીના કાર્યક્રમનું  આયોજન હિન્દુ દક્ષિણપંથી સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા કરવામાં આવ્યું હતું.  કાજલ હિંદુસ્તાની સામે IPC કલમ 295(A) (ઇરાદાપૂર્વક અને દૂષિત કૃત્યો, કોઈપણ વર્ગના ધર્મ અથવા ધાર્મિક આસ્થાનું અપમાન કરીને તેની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના હેતુથી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

કાજલના નિવેદનના સમગ્ર ઉનામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. શહેરમાં એક વેપારીની દુકાનમાં કામ કરતા કર્મચારી અને વેપારી વચ્ચે પણ કાજલના ભાષણ મુદ્દે પણ બોલાચાલી થઈ. વિધર્મી કર્મચારી વેપારી માલિક સાથે ગાળાગાળી કરી રસ્તા ઉપર ઉતરી આવ્યો અને તેણે વેપારીને ધમકી પણ આપી હતી. જેના વિરોધમાં ચેમ્બર ઓફ કોમર્સે ઉના બંધનું એલાન આપ્યું. બંધને પગલે મોટાભાગની મુખ્ય બજારો બંધ રહી હતી.

પોલીસે કાર્યવાહીની ખાતરી આપતા વિવાદ થાળે પડ્યો

ઉના પોલીસે રામનવમીના સંચાલક અને કાજલ હિન્દુસ્તાની વિરૂદ્ધ  કાયદાકીય કાર્યવાહીની ખાતરી આપતા સમગ્ર વિવાદ થાળે પડ્યો હતો. નોંધનીય છે કે કાજલ હિન્દુસ્તાની  પોતાના વિવાદીત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે.

76 લોકો સામે નોંધાયો ગુનો

ઉનામાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરી છે. ઉનામાં પથ્થરમારો કરનારા 76 લોકો સામે નામ જોગ ગુનો નોંધી પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. તમામ 76 આરોપીઓ સામે રાયોટીંગ અને વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તેમની વિવિધ કલમો 323,  337,427,143,147,148, હેઠળ ગુનો નોંધાયો છે. એટલું જ નહીં પોલીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરશે તો બીજી તરફ અજાણ્યા 200થી વધુ શખ્સો સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે.  ઉનાની આ ઘટનામાં બે FIR નોંધવામાં આવી છે. એક કાજલ હિંદુસ્તાની સામે નફરતભર્યા ભાષણ માટે અને બીજી તોફાની ટોળા સામે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…