GIR SOMNATH : વેરાવળ અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ,  વડોદરા-ડોડીયા ગામ પાણીમાં ડૂબ્યું

GIR SOMNATH : વેરાવળ અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, વડોદરા-ડોડીયા ગામ પાણીમાં ડૂબ્યું

| Edited By: | Updated on: Sep 14, 2021 | 5:06 PM

Rain in Gir Somnath : ગીરસોમનાથ જિલ્લાના વડુંમથક વેરાવળમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો, સુત્રાપાડામાં અડધો ઇંચ વરસાદ પડ્યો. સોમનાથ, વેરાવળ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ છવાયો છે.

ગીરસોમનાથના વેરાવળ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વેરાવળ પાસેથી પસાર થતી દેવકા નદીના પાણી શહેરમાં ઘુસી જતા સર્વત્ર પાણી જ પાણી દેખાતા હતા. ભેટાળી ગામે આવેલા વોકળામાં પૂર આવ્યું છે. જેના કારણે ખંઢેરી, તાલાલા, વેરાવળ તરફ જવાનો રસ્તો બંધ કરવા પડ્યો છે.. રસ્તા પર પાણી ફરી વળતા વાહન-વ્યવહાર બંધ છે.ગીરસોમનાથ પંથકમાં મેઘરાજાની ધુંવાધાર બેટિંગ શરૂ છે અને અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે. વેરાવળ-તાલાલા હાઈવે પર પાણી ફરી વળ્યા તો રોડ પર નદીઓ વહેતા વાહન ચાલકો પરેશાન થયા.

ગીર સોમનાથના વેરાવળ નજીકનું વડોદરા-ડોડીયા ગામ જળબંબાકાર બન્યૂ. બજારોમાં નદી સમા પાણી વહ્યા to અનેક મકાનો-દૂકાનોમાં ઘુસ્યા વરસાદી પાણી..ગીર જંગલમાંથી આવતી મેઘલ નદીમાં ઘોડાપુર આવતા નદીના વહેણો ગામમાં ઘુસ્યા અને ગામના રસ્તાઓ અને વાડી વિસ્તારમાં પાણી જ પાણીના દ્રશ્યો દેખાતા હતા.

ગીરસોમનાથ જિલ્લામાં વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે. પંડવા, માથાશુરિયા, ભેટાળી, કોડીદ્રા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે, જેને કારણે મગફળી, સોયાબીન, તુવેર સહિતના પાકોને વરસાદથી જીવનદાન મળ્યું છે.

ગીરસોમનાથ જિલ્લાના વડુંમથક વેરાવળમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો, સુત્રાપાડામાં અડધો ઇંચ વરસાદ પડ્યો. સોમનાથ, વેરાવળ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ છવાયો છે.

આ પણ વાંચો : JAMNAGAR : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જામનગર પહોચ્યા, ધુંવાવ ગામ ખાતે નિરીક્ષણ કરી ગ્રામજનો સાથે મુલાકાત કરી

આ પણ વાંચો : અલીગઢમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું- નાના અને સીમાંત ખેડૂતોને તાકાત મળવી જોઈએ અને MSP ના ભાવમાં વધારો થવો જરૂરી

 

Published on: Sep 14, 2021 04:59 PM