તાલાલા ‘કેસર’ની સિઝન પૂરી થવા પર, છતાં જાણો Mango Lovers માટે કેમ છે આ પણ ખુશખબરી

|

Jun 06, 2022 | 12:29 PM

ચોમાસુ નજીક છે ત્યારે તાલાલા (talala gir kesar keri)ગીરથી આવતી કેસર કેરીની (kesar Mengo)નજીકના  દિવસોમાં સિઝન પૂર્ણ થશે. તેને કારણે કેરીના 10 કિલોના બોક્સમાં ભાવમાં ઘણો ઘટાડો નોંધાવાની શરૂઆત થઈ છે.

તાલાલા કેસરની સિઝન પૂરી થવા પર, છતાં જાણો Mango Lovers માટે કેમ છે આ પણ ખુશખબરી
પ્રતિકાત્મક તસવીર

Follow us on

ચોમાસુ નજીક છે ત્યારે તાલાલા (talala gir kesar keri)ગીરથી આવતી કેસર કેરીની (kesar Mengo) સિઝન નજીકના  દિવસોમાં પૂર્ણ થશે.   સામાન્ય રીતે  15 જૂન સુધી સિઝન ચાલતી  હોય છે, પરંતુ  કેસર કેરીની આવક ઓછી રહી હતી અને ભાવ ઉંચા રહ્યા હતા, જેને પરિણામે મધ્યમ વર્ગ માટે  કેરી ખાવાનું  દોહ્યલું બન્યું હતું.  જોકે હવે  તાલાલા કેસર કેરીની સિઝન પૂર્ણ થવા આવી છે ત્યારે  કેરીના 10 કિલોના બોક્સમાં ભાવમાં ઘણો ઘટાડો નોંધાવાની શરૂઆત થઈ છે. આ બાબતથી  કેરીનો રસ અને કેરીના ટુકડા ફ્રોઝન કરીને રાખનારા લોકોને ફાયદો થઈ શકે છે. સાથે જ કેરીમાંથી બનતા આમ પાપડ જેવી બનાવટો માટે પણ કેરી ખરીદનારા લોકો વાજબી ભાવે કેરી ખરીદી શકશે. તો સિઝનમાં  રસ ફ્રોઝન કરવા માટે પણ વાજબી ભાવે કેરી ખરીદતા લોકો હવે કેરી ખરીદી શકશે.

ગુજરાત અને ગુજરાતની બહાર તાલાલ ગીરની કેસર કેરી ઘણી જ પ્રખ્યાત છે તેના મીઠા સ્વાદ અને સોડમને કારણે તેનો આગવો જ ચાહક વર્ગ છે. હવે સિઝન પૂરી થઈ રહી છે ત્યારે કેરીનો ચાહક વર્ગ એવું અનુભવી રહ્યો છે કે હજી તો કેરીની પૂરતી મજા માણી નથી અને કેરી જતી રહેશે. આ વર્ષે કેસર કેરીના ભાવ 1200થી 1500 રૂપિયા રહ્યા હોવાના કારણે ઘણો વર્ગ એવો છે જેણે મન ભરીને કરી ખાધી નથી. ત્યારે હવે જતી સિઝને કેરીના બોક્સના ભાવમાં ઘટાડો થતા કેરી રસિકો આનંદમાં આવી ગયા છે. હાલમાં કેરી બજારમાં છૂટક તથા હોલસેલના ભાવમાં રૂપિયા 250થી 390 રૂપિયા જેટલો ઘટાડો નોંધાતા સ્થાનિક બજારમાં કેરીની ખરીદી વધશે.

સિઝનમાં ઇતિહાસનો સૌથી વધુ 1500 રૂપિયા રહ્યો હતો ભાવ

આ વર્ષે તાલાળા માર્કેટ યાર્ડ ખાતે કેરીની  હરાજી શરૂ થઈ  ત્યારે હરરાજીનું પ્રથમ બોક્સ 16 હજાર રૂપિયામાં વેચાયું  હતું. જેની  રકમ પરંપરાગત રીતે ગૌશાળામાં દાનમાં  આપવામાં આવી હતી. ત્યાર બાદ ન્યૂનતમ 500 રૂપિયા અને મહત્તમ 1500 રૂપિયામાં કેરીના એક બોક્સની બોલી લાગી હતી. સોમનાથ વિસ્તારનાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ ગૌશાળાના લાભાર્થે 16 હજાર રૂપિયાનું એક બોક્સ ખરીદી હરરાજીની શરૂઆત કરાવી હતી.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

તાલાલા કેસર બાદ આવશે કચ્છી કેસરનો વારો

આ વર્ષે તાલાલા ગીરની કેસર કેરીના પાક માટે અનુકૂળ વાતાવરણ રહ્યું નહોતું તેથી સિઝન શરૂ થઈ અને ખૂબ ઝડપથી પૂરી થવા આવી છે. તાલાલા ગીરની કેસર કેરીનો જથ્થો વીસેક દિવસ બાદ આવતો બંધ થશે .ત્યાર બાદ કચ્છની કેસર કેરીની સિઝન શરૂ થશે. આથી કેરી રસિકો હજી જૂલાઇ મહિના સુધી મજાથી કેરીનો આસ્વાદ માણી શકશે.

 

 

 

Next Article