Gujarat Monsoon 2022: રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતમાં સારો વરસાદ લાવે તેવી સિસ્ટમ અરબી સમુદ્રમાં તૈયાર થઈ છે જેને પરિણામે આગામી બે દિવસ સારો વરસાદ (Rain)થઈ શકે છે. વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહેલા ગુજરાતના ખેડૂતો (Farmer)માટે સાારા સમાચાર આવ્યા છે. રાજ્યમાં આગામી 5 દિવસમાં સારો વરસાદી માહોલ જામશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે હાલમાં અરબી સમુદ્રમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી સમગ્ર ગુજરાતમાં સારા વરસાદની શકયતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. આ વરસાદને પગલે ખેડૂતો મગફળી સહિતના પાકની વાવણી માટે શરૂઆત કરી શકે છે.
રાજ્યમાં જામતા ચોમાસા વચ્ચે માછીમારોને 14થી 17 જૂન સુધી દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 15 જૂન સુધી રાજ્યમાં ખાસ કરીને મૂળ દ્વારકા, ભાવનગર વેરાવળ, દીવ, જાફરાબાદ, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણના દરિયામાં ન જવા માટે માછીમારોને સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 જૂન સુધી અહીં 40-50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છેમજ પવનની ગતિ 60 કિલોમીટર સુધીની થઈ શકે છે. ખાસ કરીને 16 જૂનના રોજ ભાવનગર , ગીર સોમનાથ, અમરેલીમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન પવનની ગતિ 40 કિલોમીટરથી માંડીને 50 કિલોમીટર સુધીની રહેશે. જ્યારે 14 જૂનથી 17 જૂન સુધી 40થી માંડીને 60 કિમીની ઝડપે દરિયાકાંઠે પવન ફૂંકાઈ શકે છે.
ગત રોજ અમરેલીમાં અમરેલીના ધારી, ગીર અને ગ્રામ્ય વિસ્તારમાં તેમજ ડાભાળી જીરા, દેવળા, નાગધ્રા, વિરપુર, માધુપુર, સરસીયા, લાખાપાદર સહિતના ગામોમાં વરસાદ આશરે અઢી ઈંચ કરતાં વધુ વરસાદ થયો હતો તેને પરિણામે નદી-નાળા છલકાઈ ગયા હતા અને ભારે વરસાદના પગલે નાગધ્રા ગામની સ્થાનિક નદીમાં નવા નીરની આવક થઈ હતી. પાણીની આવકને પગલે માધુપુર કોઝવે પર પાણી ફરી વળ્યું હતું.