
ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં બે સગીરોને કથિત રીતે કેફી પીણું (દારૂ) પીવડાવવામાં આવ્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. સગીરોની તબિયત લથડતાં તેમને તાત્કાલિક સારવાર માટે ઉનાની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઈને સ્થાનિક સ્તરે અનેક ચર્ચાઓ ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ, અજાણ્યા શખ્સોએ બંને સગીરોને કેફી પીણું પીવડાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં બંને પક્ષના લોકો એકત્ર થતાં બોલાચાલી પણ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર મામલે ઉનાની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ. નિકુંજ વેકરીયાએ જણાવ્યું હતું કે, બે સગીરોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને તેમની પાસેથી મળેલી હિસ્ટ્રી મુજબ તેમને કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા દારૂ પીવડાવવામાં આવ્યો હોવાની માહિતી મળી છે.
Minors Given Caffeinated Drink in Una | Hospitalized in Gir Somnath | TV9Gujarati#UnaIncident #CaffeineDrink #MinorsHospitalized #GirSomnathNews #Gujarat #TV9Gujarati pic.twitter.com/gh04W8C0qu
— Tv9 Gujarati (@tv9gujarati) June 5, 2026
ડૉક્ટરના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે બંને સગીરોની સ્થિતિ સ્થિર હતી અને હાલમાં પણ તેમની તબિયત સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. હોસ્પિટલ દ્વારા તેમને જરૂરી સપોર્ટિવ સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેમને ઉલ્ટી કે અન્ય કોઈ ગંભીર તકલીફ જોવા મળી નથી. જોકે, હોસ્પિટલ પહોંચતા પહેલાં તેમને ઉલ્ટી થઈ હોવાની માહિતી મળી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ઘટનાને લઈને બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. જોકે, અત્યાર સુધી આ મામલે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું નથી. પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
જામનગરના વોટર પાર્કમાં દુર્ઘટના, 7 વર્ષના બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત, જુઓ Video
Published On - 10:26 pm, Fri, 5 June 26