Girsomnath : જિલ્લામાં ઠેરઠેર મેઘમહેર, વેરાવળમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકયો

|

Jul 13, 2021 | 3:51 PM

ગીરસોમનાથ જિલ્લામાં આજે પણ મેઘમહેર યથાવત રહી છે. જિલ્લાના વેરાવળમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકયો છે.

Girsomnath : સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારના ગીરસોમનાથ જિલ્લામાં આજે પણ મેઘમહેર યથાવત રહી છે. જિલ્લાના વેરાવળમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકયો છે. ભારે વરસાદને કારણે વેરાવળ શહેરના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી વહેવા લાગ્યા હતા. શહેરના સટ્ટાબજાર, સુભાષરોડ, તપેશ્વરરોડ, ગાંધી રોડ સહીતના માર્ગો પર પાણી ભરાયા હતા. તો જિલ્લાના તાલાલા, કોડીનાર, ઊનામાં પણ વરસાદ નોંધાયો છે.

આ સાથે ગીરસોમનાથમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. જેથી સોમનાથ મંદિર નજીક આવેલ શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા હતા. દુકાનોમાં પાણી ઘુસી જતા વેપારીઓને ભારે નુકસાન થયું છે.

તો વેરાવળ નજીક દેવકા નદીમાં પહેલા વરસાદમાં મોટા પ્રમાણમાં નીર આવ્યા હતા. નદી પર બનેલા ચેકડેમ ઓવરફ્લો થયા છે. વેરાવળ નજીકના ડારી ગામમાં વરસાદી પાણી વહી રહ્યાં છે. આ ગામની ચારે તરફ પાણી જ પાણી ફેલાયું છે. હાલ ડારી ગામ બેટમાં ફેરવાયું છે.

 

Next Video