ગીરસોમનાથ : સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં 5D વર્ચ્યુઅલ ટૂરને નિહાળી મંત્રમુગ્ધ બન્યા મંત્રીઓ, તમિલ બાંધવોએ સિંહદર્શનનો લ્હાવો લીધો

|

Apr 19, 2023 | 7:14 PM

આદિજાતિ રાજ્યમંત્રી કુબેર ડિંડોર અને પર્યાવરણ રાજ્યમંત્રી મૂળુ બેરાએ પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત 5D વર્ચ્યુઅલ ટૂરમાં હેરિટેજ સિટી અમદાવાદ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નડાબેટ, સૂર્યમંદિર-મોઢેરા, શિવરાજપુર બીચ અને ગીર નેશનલ પાર્ક વગેરે જેવા ગુજરાતના પ્રવાસન સ્થળો નિહાળ્યા હતા.

ગીરસોમનાથ : સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં 5D વર્ચ્યુઅલ ટૂરને નિહાળી મંત્રમુગ્ધ બન્યા મંત્રીઓ, તમિલ બાંધવોએ સિંહદર્શનનો લ્હાવો લીધો

Follow us on

ગીર સોમનાથમાં ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અન્વયે સોમનાથ પધારેલા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુબેર ડિંડોર અને પ્રવાસન-સાંસ્કૃતિક અને પર્યાવરણ રાજ્યમંત્રી મૂળુ બેરાએ હસ્તકલા પ્રદર્શન/આર્ટ ગેલેરીની મુલાકાત લઈ વિવિધ કૃત્તિઓ નિહાળી હતી. પ્રદર્શન દરમિયાન આદિજાતિ રાજ્યમંત્રી કુબેર ડિંડોર અને પર્યાવરણ રાજ્યમંત્રી મૂળુ બેરાએ પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત 5D વર્ચ્યુઅલ ટૂરમાં હેરિટેજ સિટી અમદાવાદ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નડાબેટ, સૂર્યમંદિર-મોઢેરા, શિવરાજપુર બીચ અને ગીર નેશનલ પાર્ક વગેરે જેવા ગુજરાતના પ્રવાસન સ્થળો નિહાળ્યા હતા.

મંત્રીઓએ વિવિધ કલાત્મક પ્રદર્શનો, ગુજરાતના બીચ અને અન્ય પ્રવાસન સ્થળોની ગેલેરી વગેરેની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તાલાલા ધારાસભ્ય ભગવાન બારડ, હળવદ – ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશ વરમોરા, તથા જિલ્લાના પદાધિકારી, અધિકારીઓ તથા અગ્રણીઓ, આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

તમિલ બાંધવોએ પ્રકૃતિના ખોળે ગીરમાં વિહરતા સાવજોને નિહાળ્યા

સદીઓ બાદ વતન સાથેના અનુબંધ અને સૌરાષ્ટ્રમાં મળેલા આદર સત્કારને તમિલ બાંધવોએ અવિસ્મરણીય ગણાવ્યો છે. સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત બીજા દિવસે સૌરાષ્ટ્રીયન તમિલ ભગિની-બંધૂઓએ પ્રકૃતિના ખોળે વિહરતા સાવજને જોયા, જાણ્યા અને માણ્યા હતાં. સાથોસાથ ગિરના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વૈભવથી પણ પરિચિત થયા હતાં.

સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી

ગીરની લઘુ આવૃત્તિ એવા ૪*૪ ચોરસ કિલમીટરમાં ફેલાયેલા દેવડિયા સફારી પાર્કમાં એશિયાઇ સિંહ ઉપરાંત દીપડા, હરણ, સાબર, નીલગાય વગેરે વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. અહીંયા ઔષધીય વૃક્ષોની સાથે અન્ય વૃક્ષોની વિવિધ પ્રજાતિઓ આવેલી છે. તેમજ રંગબેરંગી પક્ષીઓનું એટલું જ વૈવિધ્ય જોવા મળે છે. આજે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સહભાગી થઈને આ દેવડીયા સફારી પાર્કમાં બસના માધ્યમથી સૌરાષ્ટ્રીયન તમિલ બાંધવોઓએ સિંહ દર્શન કર્યા હતા.

આરએફઓ સુનિલ પ્રજાપતિએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના માધ્યમથી સૌરાષ્ટ્રીયન તમિલ ભગિની બંધુઓ સાથેના સંબંધો સદીઓ બાદ પુનઃ જીવંત થયા છે. અહીં સોમનાથથી દરરોજ 300 જેટલા મહેમાનોને દેવળીયા સફારી પાર્કની મુલાકાતનું આયોજન વનવિભાગ દ્વારા કરાયું છે. તમિલ બાંધવોને સૌરાષ્ટ્ર-ગીર સંસ્કૃતિના તેમજ સિંહદર્શનના આતિથ્ય માટેની પુરેપુરી તકેદારી રાખવામાં આવી છે.

આ પણ વાંચો : સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ખરા અર્થમાં રચાયો તમિલ સંગમ, તમિલવાસીઓનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરી સોમનાથ ટ્રસ્ટ દ્વારા અપાયુ સુખદ સંભારણું

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સહભાગી બનેલા એન.એસ.કુબેન્દ્રએ તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, અમારા પૂર્વજોની ભૂમિમાં આવીને અમે ખૂબ ખુશ છીએ. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમને અનુલક્ષીને દેવળીયા સફારી પાર્ક તેમજ અમને અહીં ગુજરાતમાં મળેલા આવકારનો ભાવ અમે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.

અન્ય એક મહેમાન મુરૂગદાસ જણાવે છે કે, સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં મળેલ આતિથ્ય સત્કાર અવિસ્મરણીય છે. સોમનાથ મહાદેવના દર્શન આરતી, એશિયાટીક સિંહ જોવાએ જીવનનો યાદગાર પ્રસંગ બની ગયો છે.

ઈનપુટ ક્રેડિટ-યોગેશ જોષી- ગીરસોમનાથ

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article