GIR SOMNATH : ભૂરી મેડમના કારનામા, વેરાવળના યુવકને 8 લાખનો ચૂનો લગાડયો

|

Jul 26, 2021 | 7:49 PM

સોશિયલ મીડિયાના માધ્યમથી વેરાવળમાં ટ્રાન્‍સપોર્ટનો વ્‍યવસાય કરતા યુવકને વિદેશી મહિલાએ 8 લાખનો ચુનો લગાવ્‍યાની ઘટના સામે આવી છે.

GIRSOMNATH : સોશિયલ મીડિયાના માધ્યમથી વેરાવળમાં ટ્રાન્‍સપોર્ટનો વ્‍યવસાય કરતા યુવકને વિદેશી મહિલાએ 8 લાખનો ચુનો લગાવ્‍યાની ઘટના સામે આવી છે. જેમાં વિદેશી મહિલાએ ફેસબુકના માધ્યમથી મિત્રતા કેળવી યુવકને વિશ્વાસમાં લઇ પોતે ઇન્ડિયા આવી હોય અને તેની પાસે ઇન્ડીયન કરન્સી ન હોવાનું કહી મદદ માંગી હતી. જેના બદલમાં યુવકના ખાતામાં 6 કરોડ જમા કરાવી દેવાની લાલચ આપી રૂ.8 લાખ જેટલી રકમ જમા કરાવી હતી. અને આખરે યુવકને શંકા જતા બેંકમાં તપાસ કરતા છેતરપિંડી થયાનો ભાંડો ફૂટયો હતો. જેને લઇ યુવકે વીદેશી મહિલા સામે વેરાવળ પોલીસને ફરિયાદ નોંધાવી છે.

 

Next Video