Girsomnath: કેસર કેરીના રસિકો માટે આવ્યા માઠા સમાચાર, એક મહિનો મોડી આવશે કેરી

|

Apr 04, 2022 | 7:41 AM

અત્યારે અનેક બગીચાઓમાં ખાખડીઓ જ થઈ છે તો અનેક બગીચાઓમાં હજુ ફલાવરિંગ છે. જેના કારણે આ વર્ષ સિઝન આગળ પાછળ પણ થઈ શકે છે. ખેડૂતોનું માનવું છે કે દર વર્ષ કરતાં એક મહિનો મોડી કેરી આવશે.

Girsomnath:  કેસર કેરીના રસિકો માટે આવ્યા માઠા સમાચાર, એક મહિનો મોડી આવશે કેરી
Girsomnath: For the saffron mango connoisseurs, the bad news has come, it will be a month late

Follow us on

કેસર કેરી (Mango) ના રસિકો માટે ગીર (Gir) માંથી આવ્યા માઠા સમાચાર આવી રહ્યા છે, ગતવર્ષે આવેલાં તાઉતે વાવાઝોડા (Cyclone) અને કમોસમી વરસાદ (unseasonal rains) અને મધીયા રોગના કારણે કેરીનું ઉત્પાદન (production) ઘટવાની ધારણા છે. અને એક માસ મોડી કેરી આવવાની પણ સંભાવના છે. જેથી કેરી રસિકોને આ વર્ષ બમણા રૂપિયા ચૂકવવા પડી શકે છે. અનેક બગીચાઓમાં મોટી ખાખડીઓ થઈ છે તો અનેક બગીચાઓમાં હજુ ફલાવરિંગ છે. જેના કારણે આ વર્ષ સિઝન આગળ પાછળ પણ થઈ શકે છે.

ફ્ળોના રાજા તરીકે ઓળખાતી કેસર કેરી કદાચ આગામી મહિનામાં ફ્રૂટની બજારો મા એન્ટ્રી કરશે. પરંતુ આ વર્ષ કેસર કેરી રસિકો માટે માઠા સમાચાર આવ્યા છે અને ગીરમાં કેસર કેરીનું મબલખ પાક ઉત્પાદન થાય છે. પરંતુ ગતવર્ષ આવેલા તાઉતે વાવાઝોડા તેમજ મધીયા રોગના કારણે કેસરના પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે અને ઉના ગીર ગઢડા સહિત અનેક વિસ્તારોમાં કેસર કેરીના ઝાડ તહેસ નહેસ થઈ ગયા હતા. જેના કારણે આ વર્ષ કેસર ગત વર્ષની તુલનાએ 50 ટકાથી પણ ઓછુ ઉત્પાદન થાય તેવું ખેડૂતો નું કહેવું છે. તો તાલાલામાં પણ ભારે નુકશાન થયું છે જેના કારણે આ વર્ષ કેસર ના પાક ઓછો આવશે અને તેના ભાવ પણ આસમાને જાય તવી સંભાવના છે.

બીજી તરફ વાવાઝોડા બાદ અન્ય રોગોના કારણે પણ કેસર કેરીનું ઉત્પાદન ઘટ્યું છે. વાતાવરણમા સતત પલટો કમોસમી વરસાદ અને મધીયો સહિતના રોગોના કારણે કેસરના પાકને ખૂબજ નુકશાન થયું છે તો આ વર્ષ એક મહિનો પાછોતરું આવરણ પણ છે એટલે કે સિઝન એક મહીનો મોડી છે. અનેક બગીચાઓમાં મોટી ખાખડીઓ થઈ છે તો અનેક બગીચાઓમાં હજુ ફલાવરિંગ છે. જેના કારણે આ વર્ષ સિઝન આગળ પાછળ પણ થઈ શકે છે. અને મોટાભાગનું ફ્લાવરીંગ બળી ગયું છે.કેરી ખરી પડી છે. જેના કારણે કેસર કેરીના ભાવ ખુબજ મોંઘા હોય શકે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ગતવર્ષે એક બોક્સ 500 થી 700 રૂપિયા વહેંચાતું હતું તે આ વર્ષ બમણાં ભાવથી વેચવાની શક્યતા છે. એટલે કે આ વર્ષ 10 kg કેસર ના બોક્સ ના 1200 થી 1500 રૂપિયા ભાવ રહેવાનું ખેડૂતો કહી રહ્યા છે. જયારે ચોમાસુ વહેલું સક્રિય થયું તો પણ કેસર કેરીના પાકને ભારે નુકશાન જવાની ભીતિ ખેડૂતો ને સતાવી રહી છે.

આ પણ વાંચોઃ સતત 13મી વખત પેટ્રોલના ભાવમાં વધારો કરાયો, પેટ્રોલ 103.49 અને ડીઝલ 97.78 રૂપિયા પ્રતિ લિટર

આ પણ વાંચોઃ અંબાજી જતાં પહેલાં જાણો આ વાત, ગબ્બર દર્શન આજે બપોર બાદ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article