Girsomnath : સોમનાથ સ્ટેશનના રિડેવલપમેન્ટના કામને કારણે વેરાવળથી ઉપડશે ટ્રેન, સપ્ટેમ્બર સુધી વરેઠા-ગાંધીનગર કેપિટલ મેમુ રદ

પુનઃવિકાસના કામને ઝડપી બનાવવા માટે રેલ્વે પ્રશાસન  (Indian Railway) દ્વારા, સોમનાથ સ્ટેશન પર જતી તમામ ટ્રેનો  (Train) આગમન પ્રસ્થાન 01.09.2022 થી આગામી સૂચના સુધી વેરાવળ સ્ટેશનથી આવતી-જતી રહેશે. તો ગાંધીનગર-વરેઠા-ગાંધીનગર મેમુ સ્પેશિયલ ટ્રેન રદ્દ રહેશે.

Girsomnath : સોમનાથ સ્ટેશનના રિડેવલપમેન્ટના કામને કારણે વેરાવળથી ઉપડશે ટ્રેન, સપ્ટેમ્બર સુધી વરેઠા-ગાંધીનગર કેપિટલ મેમુ રદ
અમદાવાદ-હાવરા એક્સપ્રેસ 4 સપ્ટેમ્બરથી ફરી દોડશે ફાઈલ ફોટો
| Edited By: | Updated on: Aug 31, 2022 | 8:49 AM

સોમનાથ સ્ટેશનના  (Somnath railway Station) પુનઃવિકાસનું કામ પ્રગતિમાં છે, તેમજ ટ્રેનની કામગીરી પણ ચાલુ છે. પુનઃવિકાસના કામને ઝડપી બનાવવા માટે રેલ્વે પ્રશાસન  (Indian Railway) દ્વારા, સોમનાથ સ્ટેશન પર જતી તમામ ટ્રેનો  (Train) આગમન પ્રસ્થાન 01.09.2022 થી આગામી સૂચના સુધી વેરાવળ સ્ટેશનથી આવતી-જતી રહેશે. જેના કારણે અમદાવાદથી સોમનાથ આવતી- જતી ટ્રેનોની વિગતો આ મુજબ રહેશે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

1. ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ ટ્રેન 01 સપ્ટેમ્બર 2022 થી અમદાવાદ અને વેરાવળ વચ્ચે દોડશે.
2. ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન 01 સપ્ટેમ્બર 2022 થી વેરાવળ અને અમદાવાદ વચ્ચે દોડશે.
3. ટ્રેન નંબર 11464 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેન 31 ઓગસ્ટ 2022થી જબલપુર અને વેરાવળ વચ્ચે દોડશે.
4. ટ્રેન નંબર 11466 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન 02 સપ્ટેમ્બર 2022થી વેરાવળ અને જબલપુર વચ્ચે દોડશે.
5. ટ્રેન નંબર 11463 જબલપુર – સોમનાથ એક્સપ્રેસ ટ્રેન 01 સપ્ટેમ્બર 2022 થી જબલપુર અને વેરાવળ વચ્ચે દોડશે.
6. ટ્રેન નંબર 11465 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન 03 સપ્ટેમ્બર 2022થી વેરાવળ અને જબલપુર વચ્ચે દોડશે.

સપ્ટેમ્બર સુધી વરેઠા-ગાંધીનગર કેપિટલ મેમુ સ્પેશિયલ રદ્દ રહેશે

અમદાવાદ મંડળના મહેસાણા-વિસનગર સેક્શનની ડીએફસીસી  લાઇનને જગુદણ-મહેસાણા-વરેઠા સેક્શન પરના જગુદણ સ્ટેશનને કનેક્ટિવિટી સંબંધિત કાર્યને  કારણે ગાંધીનગર-વરેઠા-ગાંધીનગર મેમુ સ્પેશિયલ ટ્રેન રદ્દ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.

1. તારીખ 31 ઓગસ્ટથી 07 સપ્ટેમ્બર 2022 સુધી ટ્રેન નંબર 09497 ગાંધીનગર – વરેઠા સ્પેશિયલ રદ્દ રહેશે.

2. તારીખ 01 સપ્ટેમ્બરથી 08 સપ્ટેમ્બર 2022 સુધી ટ્રેન નંબર 09498 વરેઠા-ગાંધીનગર સ્પેશિયલ રદ્દ રહેશે.