Gir somnath : લીલા નાળિયેર પર સફેદ જીવાતનો હુમલો, નાળિયેરની નિકાસમાં ઘટાડો

|

Aug 24, 2021 | 8:37 AM

ગીર સોમનાથ જીલ્લામાં લીલા નાળિયેર પર મહારોગે સંકટ ઊભું કર્યું છે. સફેદ માખી નામના રોગે નાળિયેરના બગીચાઓને વેરાન કરી દીધા છે.

Gir somnath : આરોગ્યપ્રદ મનાતા લીલા નાળિયેર પર સફેદ જીવાતોએ હુમલો કર્યો છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીએ લોકોને ચિંતીત કર્યા છે. તો તેની સાથે જ ગીર સોમનાથ જીલ્લામાં લીલા નાળિયેર પર મહારોગે સંકટ ઊભું કર્યું છે. સફેદ માખી નામના રોગે નાળિયેરના બગીચાઓને વેરાન કરી દીધા છે. સાથે દેશભરમાં થતી નિકાસમાં પણ આ રોગના કારણે વ્યાપક ઘટાડો થયો છે.

તો ખેડુતોએ સફેદમાખીના ઊપદ્રવને ભગાડવા ત્રણ માસે આખા બગીચાઓને અતી ઝેરી દવાઓથી વ્યાપક છંટકાવ કરી રહ્યા છે. અને પાકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.ત્યારે લીલા નાળિયેરનો મોટાભાગે દર્દીઓને બીમારી સમયે પીવડાવવાનો તબીબો આગ્રહ કરતા હોય છે. પરંતુ વ્યાપક ઝેરી દવાઓના છંટકાવ બાદ આ લીલું નાળિયેર કેટલું ફાયદો આપી શકે તેવો પણ લોકોમાં સવાલ ઊભો થયો છે.

હાલ તો નાળિયેરમાં રોગચાળાને લઇને સ્થાનિક ખેડૂતો પરેશાન થયા છે. કોરોના મહામારી વચ્ચે નાળિયેરમાં રોગચાળો પડયા પર પાટા સમાન સાબિત થઇ રહ્યો છે. કારણ કે કોરોના મહામારીમાં નાળિયેરનું પાણી પીવાનું ચલણ વધ્યું છે. ત્યારે જ નાળિયેરીની નિકાસ ઘટતા સ્થાનિક ખેડૂતોને પારાવાર નુકસાન થઇ રહ્યું છે. અને, તેમની આર્થિક સ્થિતિ કફોડી બની ગઇ છે. હાલ તો ખેતીવાડી વિભાગ આ સફેદ જીવાતના ઉપદ્રવનો ઉપાય શોધવા મથામણ કરી રહ્યો છે. અને, નાળિયેરીના વૃક્ષને કેવી રીતે બચાવવું તેનો નિવેડો લાવવા પ્રયાસ કરી રહી છે. ત્યારે, આ સમસ્યાનો જલ્દી નિવેડો આવે તેવી આશા સેવાઇ રહી છે.

Next Video