Gir Somnath: સોમનાથ મહાદેવને અર્કપુષ્પનો શ્રૃંગાર, શ્રાવણના પ્રથમ સોમવાર માટે કરવામાં આવ્યા છે વિવિધ આયોજનો, જાણો સમગ્ર વિગતો
આજે (Somnath Temple) સોમનાથ મહાદેવને સાંય શ્રૃંગારમાં શ્રાવણ સુદ પ્રતિપદાના પાવન પર્વે વિવિધ પુષ્પો આશરે 51 કિલો પુષ્પોમાંથી (Flower) મનમોહક શૃંગાર દેવાધિદેવ સોમનાથ મહાદેવને કરવામાં આવેલ હતો. જેના દર્શનની ઝાંખીથી ભક્તો ધન્ય બન્યા હતા.
Somnath mahadev Ark Shrungar
Follow us on
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને આજે સાંજના શણગારમાં આંકડાના પુષ્પનો શણગાર કરવામાં આવ્યો હતો. આ દર્શન કરીને ભક્તજનો કૃતાર્થ થયા હતા. શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ ખાતે ભોળાનાથને રોજ અવનવા શણગાર કરવામાં આવે છે. પવિત્ર શ્રાવણ (Shravan Mass ) માસના પ્રારંભે બે વર્ષ બાદ ભક્તજનોએ સોમનાથ ખાતે ભોળાનાથના દર્શન કર્યા હતા અને મંદિર સંકુલ હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. સોમનાથ મહાદેવને આજે આંકડાના પુષ્પોથી શણગારવામાં આવ્યા હતા. જ્યારે શ્રાવણના પ્રથમ દિવસે સાંય શણગારમાં વિવિધ પુષ્પથી શણગારવામાં આવ્યા હતા. જેના દર્શનની ઝાંખી કરીને ભક્તો ધન્ય બની ગયા હતા. આજે (Somnath Temple) સોમનાથ મહાદેવને સાંય શ્રૃંગારમાં શ્રાવણ સુદ પ્રતિપદાના પાવન પર્વે વિવિધ પુષ્પો આશરે 51 કિલો પુષ્પોમાંથી (Flower) મનમોહક શૃંગાર દેવાધિદેવ સોમનાથ મહાદેવને કરવામાં આવેલ હતો. જેના દર્શનની ઝાંખી થી ભક્તો ધન્ય બન્યા હતા. તે સિવાય પણ સોમનાથમાં ભાલકા તીર્થ ગોલોક ધામ ખાતે શ્રદ્ધાળુઓ માટે હિંડોળાના દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી ભાવિક ભક્તો સોમનાથના દર્શન કરવાની સાથે સાથે અન્ય તીર્થના દર્શન પણ કરી શકશે.
ભગવાન સોમનાથના દર્શને આવતા ભાવિકો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સવાર, બપોર અને સાંજની આરતીમાં પણ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે, જો કે ભાવિકોએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપાલન કરવાનું રહેશે. કોઈ પણ ભાવિક ભક્ત મંદિરમાં ઉભા રહી શકશે નહીં, સતત ચાલતા જ આરતી, દર્શન કરી શકાશે. ટ્રસ્ટની વેબસાઈટ અને સોશિયલ મીડિયાના ઓફિશિયલ પેજ પરથી ભાવિકો ઘર બેઠાં સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકે આવી સુવિધા ઉભી કરવામાં આવી હતી. સોમનાથ ખાતે મહાદેવને વિશિષ્ટ અલગ અલગ શણગાર કરવામાં આવશે તો દિવ્યાંગ, અશક્ત યાત્રિકો માટે વ્હિલચેર અને ઈ રીક્ષા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.