Gir Somnath : પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન કરી રાજ્યસભા અને લોકસભાના કમિટી સભ્યોએ આશીર્વાદ લીધા

|

Sep 05, 2023 | 8:05 AM

મહાદેવના 12 જ્યોતિર્લિંગમાં ભક્તિ, દિવ્યતાના પ્રતિક સમાન સોમનાથ મંદિર પ્રથમ જ્યોતિર્લિંગ છે. પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટી ઓન હોમ અફેર્સના ચેરમેન બ્રિજલાલ સહિત રાજ્ય સભા-લોકસભા કમિટીના સભ્યોએ સોમનાથ ખાતે દેવાધિદેવ મહાદેવના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. તે પછી નવા સર્કિંટ હાઉસ ખાતે કમિટીએ સોમનાથ મંદિરની સુરક્ષાને લગતી બાબતો વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી.

Gir Somnath : પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન કરી રાજ્યસભા અને લોકસભાના કમિટી સભ્યોએ આશીર્વાદ લીધા
Somnath Mahadev

Follow us on

Somnath Mahadev : શ્રાવણ માસમાં દૂર દૂરથી ભક્તો સોમનાથ મહાદેવના દર્શન માટે આવતા હોય છે. અને દર્શન કર્યા પછી ધન્યતા અનુભવતા હોય છે. શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવ સમક્ષ ‘સોમેશ્વર મહાપૂજા’ કરી આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે. પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીના ઓન હોમ અફેર્સના સભ્યોઓ દ્વારા ‘ઓન ધ સ્પોટ એસેસમેન્ટ ઓફ ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ ઓફ સોમનાથ ટેમ્પલ’ અંતર્ગત સમીક્ષા કરી હતી.

આ પણ વાંચો : Gir Somnath : સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓની સુવિધામાં વધારો, સોમનાથથી ગોલોકધામ દર કલાકે બસ સેવાનો પ્રારંભ

મહાદેવના 12 જ્યોતિર્લિંગમાં ભક્તિ, દિવ્યતાના પ્રતિક સમાન સોમનાથ મંદિર પ્રથમ જ્યોતિર્લિંગ છે. પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટી ઓન હોમ અફેર્સના ચેરમેન બ્રિજલાલ સહિત રાજ્ય સભા-લોકસભાના સાંસદ એવા કમિટીના સભ્યોએ સોમનાથ ખાતે દેવાધિદેવ મહાદેવના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. તે પછી નવા સર્કિંટ હાઉસ ખાતે કમિટીએ સોમનાથ મંદિરની સુરક્ષાને લગતી બાબતો વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી.

શું ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ નહીં લે?
શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો

સોમનાથ મંદિરની મુલાકાત લઇ શિલ્પની દ્રષ્ટિએ કલાત્મકતા તેમજ આધ્યાત્મિક દ્રષ્ટિએ મંદિરની ભવ્યતા નિહાળી કમિટીના તમામ સભ્યો મંત્રમુગ્ધ થયા હતાં. દર્શન બાદ સંકિર્તન હૉલ ખાતે શ્લોકના સુમધુર ઉચ્ચારણોથી સોમનાથ મંદિરના પૂજારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી કમિટીના તમામ સભ્યોના હસ્તે પૂજન, અર્ચન સાથે ‘સોમેશ્વર મહાપૂજા’ અને આરતી સંપન્ન કરાવવામાં આવી હતી. આ તકે સોમનાથ ટ્રસ્ટ દ્વારા કમિટીના તમામ સભ્યોને પ્રસાદ ભેટ આપવામાં આવી હતી.

‘સોમેશ્વર મહાપૂજા’ અને આરતી કરી

સોમનાથ દર્શન બાદ કમિટિએ ‘ઓન ધ સ્પોટ એસેસમેન્ટ ઓફ ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ ઓફ સોમનાથ ટેમ્પલ’ અંતર્ગત નવા સર્કિટ હાઉસ ખાતે મિટિંગ યોજી હતી. જેમાં જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાએ પ્રેઝન્ટેશન દ્વારા સોમનાથ મંદિરની ભૌગોલિક સ્થિતિ વિશે ચિતાર આપ્યો હતો. તેમજ કંટ્રોલરૂમ તેમજ આપત્તિ સમયના ઉપયોગમાં લેવાતી વિવિધ જરૂરિયાતો વિશે પ્રાથમિક માહિતી આપી હતી.

જ્યારે જિલ્લા પોલીસ અધિક્ષક મનોહર સિંહ જાડેજાએ મંદિરની રાઉન્ડ ધ ક્લોક સિક્યોરિટી, પેટ્રોલિંગ, આર્મ્ડ સિક્યોરિટી, વોચ ટાવર, હોટલ્સનું ચેકિંગ એમ સુરક્ષાને લગતી વિવિધ બાબતો જણાવી હતી. ઉપરાંત GSDMA સીઈઓ મનિષ ભારદ્વાજ દ્વારા તમામ રિકન્સ્ટ્રક્શન એક્ટિવિટી, દરિયાઈ આપત્તિની તૈયારી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન વિશે અવગત કરાયા હતાં. જે પછી અધ્યક્ષસ્થાનેથી સોમનાથ મંદિરની સુરક્ષાને લગતી વિવિધ સુરક્ષા બાબતો વિશે સૂચનાઓ આપવામાં આવી હતી.

પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટી ઓન હોમ અફેર્સના સભ્યોની સોમનાથ મુલાકાત સમયે સોમનાથ ટ્રસ્ટ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ગીર સોમનાથ જિલ્લાના વહીવટી તંત્રના શીર્ષ અધિકારીઓની પણ ઉપસ્થિતિ રહી હતી.

( With Inpute : Yogesh Joshi, Girsomnath )

 

ગીર સોમનાથ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article