Gir somnath : સોમનાથમાં દિવાળી પર્વમાં પ્રવાસીઓનો વધ્યો ધસારો, લોકર વધારવાની ટ્રસ્ટને પડી ફરજ

 સોમનાથમાં સામાન અને મોબાઇલ સાચવવાના લોકર માટે કાર્યરત સ્ટાફ મોટા ભાગે મહિલાઓનો જ છે. સાથે જ પ્રવાસીઓના ધસારાને જોતા સ્થાનિક કારીગરો માટે હસ્તકલાની વસ્તુઓના વેચાણ માટેના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે.

Gir somnath : સોમનાથમાં દિવાળી પર્વમાં પ્રવાસીઓનો વધ્યો ધસારો, લોકર વધારવાની ટ્રસ્ટને પડી ફરજ
દિવાળીના તહેવારમાં સોમનાથ સહિત સૌરાષ્ટ્રમાં પ્રવાસીઓનો ધસારો
| Edited By: | Updated on: Oct 23, 2022 | 2:11 PM

દિવાળીના તહેવાર  (Diwali 2022) અને રજાઓના માહોલમાં સોમનાથ મંદિર  (Somnath mandir) ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે ત્યારે પ્રવાસીઓના સામાન તેમજ મોબાઇલ સાચવવાની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે મંદિર પરિસરમાં મોબાઇલ અને સામાન લઈ જવાની મનાઇ છે ત્યારે તે તમામ સામાન દર્શનાર્થીઓએ લોકરમાં જમા કરાવવો પડે છે આથી દર્શનાર્થીઓની સુવિધા માટે મંદિર  (Temple) પરિસરની બહાર સાચવવા માટે ટ્રસ્ટ દ્વારા વધારાના કન્ટેનર કાર્યરત કરાવામાં આવ્યા છે જેમાં 1000 જેટલા બોક્સ હશે. આ એક જ બોક્સમાં એક જ પરિવારના 10 જેટલા મોબાઇલ મૂકી શકાશે.

મહિલા કર્મચારીઓ બજાવશે લોકર સાચવવાની ફરજ

સોમનાથમાં સામાન અને મોબાઇલ સાચવવાના લોકર માટે કાર્યરત સ્ટાફ મોટા ભાગે મહિલાઓનો જ છે. સાથે જ પ્રવાસીઓના ધસારાને જોતા સ્થાનિક કારીગરો માટે હસ્તકલાની વસ્તુઓના વેચાણ માટેના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે.

સોમનાથમાં ગેસ્ટ હાઉસ અને અતિથિગૃહો પ્રવાસીઓથી હાઉસફુલ

ગીર સોમનાથ  (Gir somnath) ખાતે આવેલા પવિત્ર જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે દિવાળીમાં (Diwali) પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ સોમનાથ ખાતે દિવાળીના તહેવારમાં અતિથિગૃહો તેમજ ગેસ્ટ હાઉસ ફુલ થઈ ગયા છે, ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા થોડા દિવસ પહેલા અપીલ કરવામાં આવી હતી કે મંદિરની કોઈએ નકલી વેબસાઈટ બનાવી હતી તો લોકો છેતરાય નહીં. સોમનાથ સહિત (Somnath Mandir) સૌરાષ્ટ્રમાં અન્ય પ્રવાસન સ્થળોએ પણ હોટેલથી માંડીને ગોસ્ટ હાઉસના બુકિંગ ફુલ થઈ ગયા છે.  મુસાફરોના ધસારાને પગલે ધાર્મિક સ્થળો જેવા કે કનકાઈ,  પરબધામ, તુલસીશ્યામ તરફ જતા પ્રવાસીઓ કે જંગલના માર્ગે ઉના અને સોમનાથ તરફ જતા પ્રવાસીઓ તુલસીશ્યામ આવે છે, તેથી તુલસી શ્યામમાં ઉતારાની વ્યવસ્થા  કરવામાં આવી છે.  મધ્યગીરમાં આવેલ તુલસીશ્યામ મંદિર ખાતે  રહેવાની તેમજ ભોજનાલયની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

ગીર ઉપરાંત તેની નજીકના જૂનાગઢ શહેરના  યાત્રાધામો તેમજ આગળ જતા સોમનાથ, દીવ,  દ્વારકાના રૂટ ઉપર પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી  રહ્યા છે, ત્યારે વિવિધ યાત્રાધામો  ખાતે પણ દિવાળી દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરવાાં આવી છે. દિવાળીના વેેકેશન અને વેપારીઓ તેમજ નોકરિયાતોનો રજા હોવાથી લોકો પરિવાર સાથે મોટી સંખ્યામાં ગીરની સહેલગાહે આવી રહ્યા છે, ત્યારે ગરમ પાણીના કુંડ માટે પ્રખ્યાત તુલસી શ્યામ  ખાતે 2000થી 3000 હજાર પ્રવાસીઓ રોકાઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.  અમરેલી નજીક આવેલો ધારીનો  આંબરડી સફારી પાર્કમા સિંહ દર્શન માટે તેમજ નજીક આવેલો  ખોડિયાર ડેમ અને જંગલ વિસ્તારમાં આવેલા વિવિધ મંદિરો પ્રવાસીઓના મનપસંદ સ્થળો છે.  તેમજ ગીરના પ્રવાસન સ્થળોમાં પણ  કુદરતી સૌંદર્ય  જોવા  તેજમ વન્ય સૃષ્ટિ જોવા  પ્રવાસીઓ આવી રહ્યા છે

Published On - 2:11 pm, Sun, 23 October 22