Gir somnath: ઉના નજીકથી દીપડાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું, ખેડૂતોએ સતર્કતાથી બચાવ્યો જીવ

ઉના  નજીક દેલવાડા ગામના ખારા સીમ વિસ્તારમાં દીપડો દેખાયો હતો. આ દીપડો ખેતરમાં આવેલી ઓરડીમાં ઘૂસી ગયો હતો, જેથી ખેડૂતોએ સત્વરે દીપડાને ઓરડીમાં પૂરી દીધો હતો.

Gir somnath: ઉના નજીકથી દીપડાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું, ખેડૂતોએ સતર્કતાથી બચાવ્યો જીવ
ગીર સોમનાથના ઉનામાં દીપડાને પાંજરે પૂરાયો
| Edited By: | Updated on: Dec 05, 2022 | 4:00 PM

ગીરસોમનાથ જિલ્લાના ઉના નજીકથી સલામત રીતે દીપડાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.  વન વિભાગની ટીમ દ્વારા દીપડાનું રેસ્ક્યૂ કરી સલામત સ્થળે લઈ જવામાં આવ્યો છે. ઉના નજીક દેલવાડા ગામના ખારા સીમ વિસ્તારમાં દીપડો દેખાયો હતો. આ દીપડો ખેતરમાં આવેલી ઓરડીમાં ઘૂસી ગયો હતો, જેથી ખેડૂતોએ સત્વરે  દીપડાને ઓરડીમાં પૂરી દીધો હતો અને ત્યારબાદ વન વિભાગની ટીમને જાણ કરી હતી.

 વલસાડમાં દીપડાને પૂરવા પાંજરૂ મૂક્યું, પરંતુ દીપડો છટકી ગયો

વલસાડના અંતરિયાળ ગામોમાં પણ ફરીથી એક વાર દીપડાએ દેખા દીધી છે. વલસાડ જિલ્લાના ડુંમલાવ ગામમાં છેલ્લા થોડા દિવસથી દીપડો જોવા મળતો હતો. આ અંગે વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. આથી વન વિભાગે દીપડાને પકડી લેવા પાંજરા ગોઠવ્યા હતા. જોકે વન વિભાગે પાંજરા ગોઠવ્યા છતાં દીપડાને પકડવામાં સફળતા મળી નથી.

દક્ષિણ ગુજરાતના અંતરિયાળ ગામોમાં દીપડાનો ત્રાસ યથાવત્

જિલ્લાના વન વિભાગે દીપડાને પકડવા પાંજરા ગોઠવ્યા હતા તેમ છતાં દીપડો પકડાયો ન હતો. દીપડો પાંજરાની નજીક આવ્યો હતો, પરંતુ તે પાંજરાની આસપાસ આંટાફેરા મારીને જાણે પાંજરાનું અવલોકન કરતો હોય તેમ પાંજરાની અંદર ગયો નહોતો અને વન વિભાગને દીપડાને પકડવામાં નિષ્ફળતા હાથ લાગી હતી. આથી ગ્રામજનો હજી ભયમાં જીવી રહ્યા છે. જોકે વન વિભાગે દીપડાનું લોકેશન ચકાસીને ફરી એક વાર પાંજરું અન્ય જગ્યાએ ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. આ ખૂંખાર દીપડો ગામમાંથી દીપડાનું મારણ કરીને ભાગી ગયો હતો. થોડા દિવસ અગાઉ વલસાડના પારડીના ગામમાં શિકારની લાલચે પાંજરામાં આવી ગયેલો દીપડો પાંજરામાં પૂરવામાં આવ્યો હતો.