GIR SOMNATH : રાજ્યમાં ખાનગી હોસ્પિટલોના નિયમન માટે આવશે નવો કાયદો ‘હોસ્પિટલ એસ્ટાબ્લિશમેન્ટ એકટ’

|

Aug 09, 2021 | 1:47 PM

Hospitals Establishment Act : આ કાયદાથી હોસ્પિટલના વહીવટમાં પારદર્શકતા આવશે. આ નવા કાયદાથી હવેખાનગી હોસ્પિટલોની મનમાની નહી ચાલે.

GIR SOMNATH : સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ અને પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવના દર્શને આવેલા રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તેમજ આરોગ્યપ્રધાન નીતિન પટેલે ખાનગી હોસ્પિટલોને લઈને મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ખાનગી હોસ્પિટલોના નિયમન માટે નવો કાયદો હોસ્પિટલ એસ્ટાબ્લિશમેન્ટ એકટ આવશે. આ કાયદા દ્વારા ખાનગી હોસ્પિટલોમાં કેવી વ્યવસ્થા હોવી જોઇએ તેનું તેમજ . ખાનગી હોસ્પિટલોમાં કર્મચારીઓની કામ કરવાની પદ્ધતિઓ કેવી હોવી જોઇએ તેનું પણ આ કાયદા દ્વારા નિયમન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હોસ્પિટલની મનમાની નાથવા વિધાનસભાના ગત સત્રમાં જ ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદાથી હોસ્પિટલના વહીવટમાં પારદર્શકતા આવશે. આ નવા કાયદાથી હવેખાનગી હોસ્પિટલોની મનમાની નહી ચાલે. હોસ્પિટલોએ ટ્રીટમેન્ટનો ચાર્જ અને દવાની કિંમતનું લીસ્ટ મુકવું પડશે, આ સાથે જ લોકોને દેખાય તે રીતે હોસ્પિટલમાં સુવિધા જાહેર કરવી પડશે.

આ પણ વાંચો : AHMEDABAD : ઉપવાસના દિવસો શરૂ થતા જ ફળોની માગમાં વધારો થતા ભાવ ડબલ થયા, જાણો ક્યાં ફળનો કેટલો ભાવ છે

આ પણ વાંચો : JAMNAGAR : વૃદ્ધાના ગળામાંથી ધોળા દિવસે સોનાના ચેઈનની ચીલઝડપ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

Published On - 1:46 pm, Mon, 9 August 21

Next Video