Gir somnath : પાકિસ્તાન જેલમાં કેદ માછીમારો માદરે વતન પરત ફર્યા, પરિવારજનોમાં હર્ષના આંસુ છલકાયા

|

Jun 24, 2022 | 8:56 AM

પાંચ વર્ષ બાદ માછીમારોનું (Fisherman)પરિવાર સાથે મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. મુક્ત થયેલા માછીમારોમાં 13 માછીમાર ગીર સોમનાથના, 5 માછીમાર ઓખાના અને 1 માછીમાર જામનગરનો છે.

પાકિસ્તાન (Pakistan)સરકારે ભારતના 20 માછીમાર (Fisherman)મુક્ત કરતા પરિવારજનોમાં હર્ષના આંસુ છલકાયા છે. પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા માછીમારોનું ગીર સોમનાથના (Gir somnath) વેરાવળ બંદર પર સ્વાગત કરવામાં આવ્યું હતું. પાંચ વર્ષ બાદ માછીમારોનું પરિવાર સાથે મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. મુક્ત થયેલા માછીમારોમાં 13 માછીમાર ગીર સોમનાથના, 5 માછીમાર ઓખાના અને 1 માછીમાર જામનગરનો છે. કોરોનાકાળ બાદ હજુ 650 માછીમારો પાકિસ્તાન જેલમાં બંધક હોવાથી પરિવારે સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ માછીમારોને મુક્ત કરવામાં આવે તેવી માછીમાર સમુદાયે માગ કરી હતી. જો સરકાર માછીમારોને મુક્ત નહી કરાવે તો ચૂંટણીમાં માછીમાર સમુદાય સરકાર સામે રોષ ઠાલવશે.

માછીમારોએ પોતાની વ્યથા વ્યક્ત કરી

તો પાકિસ્તાનની જેલમાં બંધક માછીમારોએ મુક્ત માછીમારો સાથે ચિઠ્ઠી મોકલાવી છે .ચિઠ્ઠીમાં માછીમારોએ લખ્યું છે કે, ભારત સરકાર અમને પાકિસ્તાનની જેલમાંથી જલ્દી છોડાવે.જેલમાં બંધક માછીમારોએ ચિઠ્ઠી લખી ભારત સરકાર અને મીડિયા પાસે મદદ માંગી હતી.અને બિમાર માછીમારોને દવા ન આપવામાં આવતી હોવાનો મુક્ત માછીમારે આરોપ લગાવ્યો હતો.સાથે તે પણ કહ્યું પાકિસ્તાનની જેલમાં ત્રણ માછીમારના મોત પણ થયા છે.

ગીર સોમનાથના કાજરડી ગામના માછીમાર રમેશ રાઠોડના કહ્યાં મુજબ પાકિસ્તાન જેલના સતાવાળાઓ એવું કહેતા કે, અમારા પાકિસ્તાનના જે લોકો ભારતની જેલોમાં બંધ છે તેઓને ભારત સરકાર છોડશે તો જ અમે અહીંથી બંદીવાન અન્ય ભારતીય માછીમારોને છોડીશુ. જેથી ત્યાંની જેલોમાં બંદીવાન 600 થી વધુ માછીમારોને કેન્દ્ર સરકાર વ્હેલીતકે મુક્ત કરાવે તેવી વિનંતી છે.

Published On - 8:56 am, Fri, 24 June 22

Next Video