Gir Somnath : દિવાળી પર્વે પ્રથમ જ્યોતિર્લીગ સોમનાથ તિર્થમાં ભાવીકો ઊમટ્યા

|

Oct 24, 2022 | 5:56 PM

દિવાળીના(Diwali 2022) તહેવારો સામાન્ય રીતે લોકો પોતાના ઘરોમાં ઉજવવાનું પસંદ કરતા હોય છે પરંતુ દિવાળીના પાવન દિવસે દેવ દર્શન કરીને ભક્તિનું ભાથું બાંધવા વાળા દર્શનાર્થીઓ સોમનાથ પહોંચ્યા છે. સોમનાથ મહાદેવના પુણ્યકારી દર્શન કરીને વર્ષના અંતિમ દિવસે ભક્તો સર્વજન હિતાય સર્વજન સુખાયની પ્રાર્થના કરી રહ્યા છે.

Gir Somnath : દિવાળી પર્વે પ્રથમ જ્યોતિર્લીગ સોમનાથ તિર્થમાં ભાવીકો ઊમટ્યા
somnath temple
Image Credit source: File Image

Follow us on

દિવાળીના(Diwali 2022) તહેવારો સામાન્ય રીતે લોકો પોતાના ઘરોમાં ઉજવવાનું પસંદ કરતા હોય છે પરંતુ દિવાળીના પાવન દિવસે દેવ દર્શન કરીને ભક્તિનું ભાથું બાંધવા વાળા દર્શનાર્થીઓ સોમનાથ પહોંચ્યા છે. સોમનાથ મહાદેવના(Somnath)  પુણ્યકારી દર્શન કરીને વર્ષના અંતિમ દિવસે ભક્તો(Devotees)  સર્વજન હિતાય સર્વજન સુખાયની પ્રાર્થના કરી રહ્યા છે.સોમનાથ ટ્રસ્ટ પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા સોમનાથ આવનારા ભક્તો માટે સુરક્ષા અને દર્શન વ્યવસ્થાને લઇ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વિશાળ પાર્કિંગ થી મંદિર સુધી આવનારા ભક્તોને કોઈપણ અગવડતા ન પડે તેના માટે વિશેષ તકેદારી લેવામાં આવી રહી છે. ત્યારે દિવાળીના પર્વ પર સોમનાથ આવનારા ભક્તો અહલાદક શાંતિનો અનુભવ થયાનું જણાવે છે અને અન્ય ભક્તોને પણ કહે છે કે જીવનમાં એક વખત સોમનાથ મહાદેવના દર્શને ચોક્કસથી આવવું.

મહિલા કર્મચારીઓ બજાવશે લોકર સાચવવાની ફરજ

સોમનાથમાં સામાન અને મોબાઇલ સાચવવાના લોકર માટે કાર્યરત સ્ટાફ મોટા ભાગે મહિલાઓનો જ છે. સાથે જ પ્રવાસીઓના ધસારાને જોતા સ્થાનિક કારીગરો માટે હસ્તકલાની વસ્તુઓના વેચાણ માટેના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે.

સોમનાથમાં ગેસ્ટ હાઉસ અને અતિથિગૃહો પ્રવાસીઓથી હાઉસફુલ

ગીર સોમનાથ (Gir somnath) ખાતે આવેલા પવિત્ર જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે દિવાળીમાં (Diwali) પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ સોમનાથ ખાતે દિવાળીના તહેવારમાં અતિથિગૃહો તેમજ ગેસ્ટ હાઉસ ફુલ થઈ ગયા છે, ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા થોડા દિવસ પહેલા અપીલ કરવામાં આવી હતી કે મંદિરની કોઈએ નકલી વેબસાઈટ બનાવી હતી તો લોકો છેતરાય નહીં. સોમનાથ સહિત (Somnath Mandir)સૌરાષ્ટ્રમાં અન્ય પ્રવાસન સ્થળોએ પણ હોટેલથી માંડીને ગોસ્ટ હાઉસના બુકિંગ ફુલ થઈ ગયા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મધ્યગીરમાં આવેલ તુલસીશ્યામ મંદિર ખાતે રહેવાની તેમજ ભોજનાલયની પૂરતી વ્યવસ્થા

મુસાફરોના ધસારાને પગલે ધાર્મિક સ્થળો જેવા કે કનકાઈ, પરબધામ, તુલસીશ્યામ તરફ જતા પ્રવાસીઓ કે જંગલના માર્ગે ઉના અને સોમનાથ તરફ જતા પ્રવાસીઓ તુલસીશ્યામ આવે છે, તેથી તુલસી શ્યામમાં ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે. મધ્યગીરમાં આવેલ તુલસીશ્યામ મંદિર ખાતે રહેવાની તેમજ ભોજનાલયની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

તુલસી શ્યામ ખાતે 2000થી 3000 હજાર પ્રવાસીઓ રોકાઈ શકે તેવી વ્યવસ્થા

ગીર ઉપરાંત તેની નજીકના જૂનાગઢ શહેરના યાત્રાધામો તેમજ આગળ જતા સોમનાથ, દીવ, દ્વારકાના રૂટ ઉપર પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે, ત્યારે વિવિધ યાત્રાધામો ખાતે પણ દિવાળી દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરવાાં આવી છે. દિવાળીના વેેકેશન અને વેપારીઓ તેમજ નોકરિયાતોનો રજા હોવાથી લોકો પરિવાર સાથે મોટી સંખ્યામાં ગીરની સહેલગાહે આવી રહ્યા છે, ત્યારે ગરમ પાણીના કુંડ માટે પ્રખ્યાત તુલસી શ્યામ ખાતે 2000થી 3000 હજાર પ્રવાસીઓ રોકાઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

અમરેલી નજીક આવેલો ધારીનો આંબરડી સફારી પાર્કમા સિંહ દર્શન માટે તેમજ નજીક આવેલો ખોડિયાર ડેમ અને જંગલ વિસ્તારમાં આવેલા વિવિધ મંદિરો પ્રવાસીઓના મનપસંદ સ્થળો છે. તેમજ ગીરના પ્રવાસન સ્થળોમાં પણ કુદરતી સૌંદર્ય જોવા તેજમ વન્ય સૃષ્ટિ જોવા પ્રવાસીઓ આવી રહ્યા છે

Published On - 5:49 pm, Mon, 24 October 22

Next Article