Veraval માં બેંક મેનજરના ઘરમાં તસ્કરો ત્રાટક્યા, 10 લાખ રૂપિયાની ચોરી કરી

|

Jul 18, 2021 | 7:46 PM

વેરાવળની યુનિયન બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ધીરેન્દ્ર ઝા બિહાર પોતાના વતનમાં ગયા હતા. આ દરમ્યાન તેમના ઘરમાં તસ્કરોએ હાથ ફેરો કરતા 200 ગ્રામ સોનું, 100 ગ્રામ ચાંદી અને રોકડ 30 હજાર મળીને કુલ રૂપિયા 10 લાખની ચોરીને અંજામ આપ્યો હતો

ગીર સોમનાથના વેરાવળ(Veraval) માં બેંક મેનેજરના ઘરમાં 10 લાખ રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે. જેમાં વેરાવળની યુનિયન બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ધીરેન્દ્ર ઝા બિહાર પોતાના વતનમાં ગયા હતા. આ દરમ્યાન તેમના ઘરમાં તસ્કરોએ હાથ ફેરો કરતા 200 ગ્રામ સોનું, 100 ગ્રામ ચાંદી અને રોકડ 30 હજાર મળીને કુલ રૂપિયા 10 લાખની ચોરી(Theft) ને અંજામ આપ્યો હતો.આ ઘટનાની જાણ થતા જ વેરાવળ પોલીસે તપાસ શરૂ કરી છે. વેરાવળ પોલીસે ચોરી કયારે થઈ અને કેવી રીતે કરવામાં આવી છે તે અંગે તપાસ શરૂ કરી છે. આ અંગે બેંક  મેનજરે જણાવ્યું હતું કે તે વતનથી પરત આવ્યા ત્યારે તેમના ગેટ પર મારવામાં આવેલું તાળું તૂટેલું હતું. તેમજ ઘરની અંદર રહેલી બે તિજોરીના લોક પણ તૂટેલા હતા અને તેની અંદર રાખેલા સોના- ચાંદી અને રોકડની લુંટ કરવામાં આવી હતી.

Published On - 7:45 pm, Sun, 18 July 21

Next Video