પંજબના શીખ મહારાજા રણજીતસિંહે અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો અને ત્યાંના બાદશાહ શાહઝમાનને કારમી રીતે હરાવ્યો હતો. 800 વર્ષ બાદ હિંદુસ્તાનના શાસકે આક્રાંતાઓનો તખ્તો હલાવી દીધો હતો. મહારાજા રણજીતસિંહે અફઘાનિસ્તાન પર હુમલો કર્યો જેમાં તેમણે શાહઝમાનને ઘૂંટણીએ પાડી દીધો હતો. આ સમયે યુદ્ધ રોકવા માટેના 4 મહત્વપૂર્ણ કરાર થયા હતા, જેમાં સૌથી પહેલી શરત મહારાજા રણજીતસિંહે જે રાખી તી તે એ હતી કે 10મી સદીમાં ગઝની જે સોમનાથ મંદિરના ચાંદીજડિત પ્રવેશદ્વાર લૂંટી ગયો તો તે સોમનાથ મંદિરના દરવાજા પરત કરવામાં આવે.
સોમનાથ મંદિર પર 1024માં મોહંમદ ગઝનીએ સોમનાથ મંદિર પર ચડાઈ કરી હતી. એ સમયે આખુ મંદિર સૂવર્ણથી જડેલુ હતુ. ત્યારે ગઝનીએ મંદિર પર આક્રમણ કરી બધુ જ સૂવર્ણ લૂંટી લીધુ અને મંદિરના ભવ્ય પ્રવેશદ્વાર સમા દરવાજા પણ લૂંટી ગયો હતો. આ દરવાજા 800 વર્ષ બાદ કોઈ હિંદુસ્તાની શાસકે પરત માગ્યા હતા તે હતા મહારાજા રણજીતસિંહ. રણજીતસિંહે અફઘાનિસ્તાનના શાહઝમાનને છોડવા માટે પહેલી શર્ત જે રાખી હતી તેમના સોમનાથના દરવાજાની માગ કરી હતી અને એ દરવાજા ભારત લાવવામાં પણ આવ્યા હતા.
મહારાજા રણજીતસિંહે માત્ર 20 વર્ષની ઉમરે અફઘાનિસ્તાન પર આક્રમણ કરી અફઘાન બાદશાહ શાહઝમાનને ઘૂંટણીયે પાડ્યો હતો. મહારાજા દ્વારા થયેલી શરતી સંધિ મુજબ સોમનાથ મંદિરના દરવાજા ભારત પરત લાવવામાં આવ્યા જો કે તેના પરથી બધુ જ ચાંદી અને સૂવર્ણ ઉતારી લેવામાં આવ્યુ હતુ. મોહંમદ ગઝનીએ એ દરવાજાને તેની મસ્જિદમાં લગાવ્યા હતા. એ 800 વર્ષ બાદ ભારત પરત આવ્યા હતા અને તે સમયે તેને પંજાબમાં દરબાર સાહેબની દર્શી ડોલી પર લગાવવામાં આવ્યા હતા. વારંવાર આક્રાંતાઓના હુમલાથી મંદિર ખંડિત થયેલુ હતુ અને ત્યાં દરવાજા લગાવી શકાય તેવી સ્થિતિ ન હતી.
આજે જ્યારે સોમનાથ મંદિરનો 73મો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે. 11 મે 1951માં આ મંદિરના જિર્ણોધ્ધાર બાદ અહીં શિવલીંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તત્કાલિન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ સહાયના હસ્તે ધાર્મિક વિધિવિધાન સાથે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ સમયે 101 તોપોની સલામી આપવામાં આવી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 7:49 pm, Thu, 11 May 23