હાલમાં શ્રાવણ મહિનામાં (Shravan Mass) પવિત્ર યાત્રાધામ સોમનાથ (Somnath Temple) ખાતે ભક્તોનો મહેરામણ ઉમટી પડતો હોય છે, ત્યારે નાના બાળકો ભીડમાં માતા પિતાથી વિખૂટા પડી જતા હોય કે દોડધામ કરતા ખોવાઈ જતા હોય તેવી ઘટના બનતી હોય છે આ સમસ્યાના ઉકેલ રૂપે ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લા પોલીસ તંત્રના સુરક્ષા સેતુ દ્વારા મેઈન ગેઈટ ખાતે પોલીસ સહાયતા કેન્દ્ર કાર્યરત કરવામાં આવેલ છે. સોમનાથ દર્શને આવતા શ્રદ્ધાળુઓના નાના બાળકો જો ખોવાઈ જાય તો ઝડપથી તેમને શોધી શકાય તે માટે કિચેઈન કાપલીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જે નાના બાળકો, બોલી નથી શકતા અને અણસમજુ છે અને ભીડમાં વાલીથી છૂટા પડી જાય છે તેમની સત્વરે ભાળ મળે અને તેમના માતા પિતાને સોંપી શકાય તે માટે જિલ્લા પોલીસ તેમસ સુરક્ષા સેતુ દ્વાર અનુકરમીય પગલું ભરવામાં આવ્યું છે. બાર જયોતિર્લિંગો પૈકીના પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસમાં અતિશય ભીડ થતી હોય છે અને દેશ વિદેશમાંથી સોમનાથ આવતા યાત્રિકો પોતાના નાના બાળકો મંદિરના પરીસરમાં દર્શનાર્થે લઈ જાય ત્યારે નાના બાળકો જો પોતાના માતા પિતાથી વિખૂટા પડે તો એ બાળકની જલ્દી ઓળખાણ થઈ જાય એ માટે ગીર સોમનાથ જિલ્લા પોલીસના વડા મનોહરસિંહ જાડેજા તેમજ સોમનાથ સુરક્ષાના ડી.વાય.એસ.પી એમ. એમ. પરમારના માર્ગદર્શન દ્વારા પોલીસ તંત્રના સુરક્ષા સેતુ દ્વારા મેઇન ગેઇટ ખાતે પોલીસ સહાયતા કેન્દ્ર કાર્યરત કરવામાં આવેલું છે.
આ સહાયતા કેન્દ્રમાં જ્યારે દર્શનાર્થી મંદિરમાં પોતાના નાના બાળક કે જે હજુ બોલી શકતા નથી અથવા તો પોતાની ઓળખાણ આપી શકે તેટલા સમજુ નથી હોતા એવાં બાળકોના વાલીઓ પોતાના બાળકને લઈને આવે આ સહાયતા કેન્દ્ર પાસે આવે ત્યારે સહાયતા કેન્દ્ર ખાતે ઉપસ્થિત પોલીસ સ્ટાફ દ્વારા એક પ્લાસ્ટિકના કિચેઈનમાં કાપલી ભરાવીને બાળકના માતા પિતાનું નામ અને મોબાઈલ નંબર લખી આપવામાં આવે છે અને આ પ્લાસ્ટિકના કિચેઈનને બાળકના શર્ટ ઉપર લગાડવામાં આવે છે, તેથી જો માતા પિતા મંદિર પરિસરમાં દર્શન કરવા જાય અને ભીડ ના લીધે બાળક પોતાના માતા પિતાથી વિખુટુ પડે અને અન્ય વ્યક્તિને આ બાળક મળે તો તે વ્યક્તિ બાળકને પોલીસને કે તેના માતા પિતાને સોંપી શકે છે. પોલીસ સહયતા કેન્દ્રમાં લઈને આવવાથી એ બાળકના શર્ટ ઉપર લગડેલા કિચેઈનની કાપલીમાં રહેલી માહિતી દ્વારા વાલીને ફોન કરી અને તાત્કાલિક બાળક વિશે માહિતી આપી શકાય.
ઉલ્લેખનીય છે કે બે વર્ષ બાદ શ્રાવણ માસમાં દર્શન કરવા મળતા હોવાથી ભક્તજનો મોટી સંખ્યામાં સોમનાથમાં દર્શન માટે આવી રહ્યા છે, ત્યારે વહીવટી તંત્ર તેમજ સોમનઆથ ટ્ર્સ્ટ અને પોલીસ દ્વારા યાત્રાળુઓ માટે સાનૂકૂળ અને સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે, જેથી લોકો કોઈ સમસ્યા વિના મંદિરમાં દર્શન કરી શકે.
વિથ ઇનપુટ, યોગેશ જોષી, ગીર સોમનાથ