Gir Somnath: પાંચ વર્ષ વિત્યા પણ પાકિસ્તાન જેલમાથી સ્વજનોને મૂક્ત નહીં કરાતા માછીમાર પરીવારોની દર્દનાક પરિસ્થિતિ

દરિયો ખેડતા માછીમારો અને તેમના પરીવારની દયનીય હાલત જોવા મળી રહી છે. એક તરફ પાકિસ્તાનની જેલ મા 666 ભારતીય માછીમારો કેદ છે, તો બીજી તરફ તેમના પરિવાર આર્થિક રીતે તૂટી રહ્યો છે.

Gir Somnath: પાંચ વર્ષ વિત્યા પણ પાકિસ્તાન જેલમાથી સ્વજનોને મૂક્ત નહીં કરાતા માછીમાર પરીવારોની દર્દનાક પરિસ્થિતિ
| Edited By: | Updated on: Apr 13, 2023 | 6:47 AM

પાકિસ્તાનની જેલ મા કેદ 666 થી પણ વધારે માછીમારોની મૂક્તી માટે સરકાર સમક્ષ અરજી કર્યાને માછીમાર પરીવારો માટે પાંચ વર્ષ વિત્યા છતાં માછીમારો છૂટયા નથી. કેટલાક લોકો એવા છે જેમને સહાય મળે છે તો કેટલાક લોકોને એક પણ રૂપિયો મળી રહ્યો નથી. કોરોના કાળ પણ વીતી ગયો. છતાં પાકિસ્તાનમાં કેદ થયેલા માછીમારોના કોઈ પત્ર કે સમાચાર મળ્યા નથી. જેને પગલે કુટુંબીજનો દુ:ખ ના દરીયામા આસૂ સારી રહ્યા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે.

પાકિસ્તાનની જેલ મા 666 ભારતીય માછીમારો કેદ

દરિયો ખેડતા માછીમારો અને તેમના પરીવારની દયનીય હાલત જોવા મળી રહી છે. એક તરફ પાકિસ્તાનની જેલ મા 666 ભારતીય માછીમારો કેદ છે, તો બીજી તરફ તેમના પરિવાર આર્થિક રીતે તૂટી રહ્યો છે. 666 પૈકી મોટાભાગના એટલે કે 400 જેટલા ગીર સોમનાથ જિલ્લાના માછીમારો પાકિસ્તાનની જેલ મા કેદ છે. જેમને સરકાર તૂરંત છોડાવે તે માટે મદદની માંગ સરકાર સમક્ષ કરવાં આવી રહી છે.

કેટલાક કારણોસર તેમને નથી મળતી સહાય

પાકિસ્તાન જેલમા અનેક માછીમારો જેલમાં કેદ છે જેમાં કેટલા લોકો તો એવા છે કે, જેમને પાંચ પાંચ વર્ષ વીતી ચુક્યા છે. તેમ છતાં મુક્ત થયા નથી. બીજી તરફ જેટલા માછીમારો કેદ છે તેમના પરીવારને સરકાર સહાય ચૂકવે છે. પરંતુ કેટલાક માછીમાર પરીવારોનું કહેવું છે કે, કોઈક કારણોસર તેમને સહાય મળતી નથી. અને તેમના બાળકો મજૂરી કામ કરવા મજબુર બન્યા છે.

આ પણ વાંચો : દેશ બદલાઈ રહ્યો છે, કાશ્મીરના લાલચોકમાં લહેરાઈ રહ્યા છે તિરંગા, પાકિસ્તાનને લાગ્યા સોલીડ મરચા

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષથી પાકિસ્તાન સાથે ભારતના સબંધમાં કડવાશ આવ્યા બાદ નિર્દોષ માછીમારો આ દુશ્મનીનો ભોગ બની રહ્યા છે. જે સમય મર્યાદામાં માંછીમારો મુક્ત થવા જોઈએ તેના બદલે પાંચ વર્ષ વીતવા છતાં મુક્ત ન થતા પરિવાર જનો ચિંતાતુર બન્યા છે.

દાંડી ગામના 29 જેટલા માછીમારો પાકિસ્તાન જેલમાં

પાકિસ્તાનમાં મતલબ કોઈ વિઝા પર ગયા હોય અને કમાણી કરીને આવશે તેવું નથી. પરંતુ ગામનો મુખ્ય વ્યવસાય જ માછીમારી અને ખેતીનો છે. જેમાં પણ ખેતી માત્ર ચોમાસા પર નિર્ભર છે. દાંડી ગામના 29 જેટલા માછીમારો પાકિસ્તાન જેલમાં છેલ્લા ૨ થી ૫ વર્ષથી અલગ અલગ માછીમારો કેદ છે. જેમાં કોઈનો ભાઈ, પિતા, પતિ અને તેમજ દીકરો તેમના મોભીની પરીવારજનો રાહ જોઇ રહ્યા છે.

ઈનપુટ ક્રેડીટ- યોગેશ જોશી

 

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર  

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Published On - 6:46 am, Thu, 13 April 23