ચૂંટણીનું રસપ્રદ પરિણામ: વહુ સામે સાસુની પેનલ વ્હાઈટ વોશ, દેલવાડા ગામનાં તમામ વોર્ડ પર વહુનો વિજય

Gram panchayat Election: ઉના તાલુકાના દેલવાડા ગ્રામ પંચાયત બેઠક પર સાસુ વહુનાં જંગ પર સૌની નજર હતી. જેનું આખરે પરિણામ આવી ગયું છે.

ચૂંટણીનું રસપ્રદ પરિણામ: વહુ સામે સાસુની પેનલ વ્હાઈટ વોશ, દેલવાડા ગામનાં તમામ વોર્ડ પર વહુનો વિજય
Delwada Gram panchayat election result of Una taluka
| Edited By: | Updated on: Dec 22, 2021 | 10:52 AM

Gram Panchayat Election: ગીર સોમનાથના (Gir Somnath) ઊનાના દેલવાડા ગામે સાસુ સામે વહુની આખી પેનલનો વિજય થયો છે. સાસુ જીવી બાંભણિયા સામે વહુ પૂજા બાંભણિયા સરપંચના પદ માટે મેદાને હતા. દેલવાડાના કુલ 16 વોર્ડમાં ગ્રામપંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો હતો. જેમાં વહુની પેનલે સાસુની સમગ્ર પેનલને હરાવી વ્હાઈટ વોશ કર્યો છે.

જાણાવી દઈએ કે સાસુ કૂકરના નિશાન પર જ્યારે વહુની પેનલ ઘડાના નિશાન સાથે ગ્રામપંચાયયતની ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. વિજેતા સરપંચે કહ્યું હતું કે આ તેમની નહીં પરંતુ સમગ્ર દેલવાડાની જીત છે.

જણાવી દઈએ કે ગીર સોમનાથ જિલ્લામાં ઉના તાલુકાનાં દેલવાડા ગામે સરપંચ પદ માટે સાસુ અને વહુ બન્નેએ સામસામે ચૂટણીમાં ઝંપલાવ્યુ હતું. ત્યારે સાસુ વહુમાંથી દેલવાડા ગ્રામપંચાયત (Delwada Gram Panchayat) માં સરપંચ પદની ખુરશી પર કોણ બેસશે તેના પર સૌની નજર હતી. સાસુ વહુએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કટ્ટર વિરોધીની જેમ પોત પોતાનો પ્રચાર કર્યો હતો.

સાસુ વહુના આ જંગને બીજી રીતે લઇએ તો એવુ પણ લાગી રહ્યુ છે કે જાણે આ બંને લોકોને સરપંચનું પદ પોતાના ઘરે જ રાખવુ છે. ઘણા વર્ષથી આ એક જ પરિવાર દેલવાડામાં શાશન કરી રહ્યો છે. દેલવાડામાં આ પહેલા સરપંચ વિજયભાઇ બાંભણીયા હતા. જે પૂર્વ યુવા ભાજપના પ્રદેશમાંથી અને વર્તમાન કિશાન મોરચાના ભાવનગર જીલ્લાના પ્રભારી છે. આ વર્ષે સામાન્ય સ્ત્રી અનામત સીટ હોવાથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજયભાઇ બાંભણિયાના પત્નિ પૂજાબેન વિજયભાઇ બાંભણીયાએ સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.

 

આ પણ વાંચો: Surat : પંજાબના શાંદલિયા બંધુઓએ સુરતના 13 કાપડ વેપારીઓને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો

આ પણ વાંચો: પેપર લીકનો મસમોટો ગુનાહિત ઈતિહાસ ધરાવનારને કેમ અપાયું પેપર છાપવાનું કામ? મુદ્રેશ પર કોના છે ચાર હાથ?

Published On - 10:45 am, Wed, 22 December 21