અરવિંદ કેજરીવાલનું સોમનાથમાં આગમન, લઠ્ઠાકાંડ અંગે સરકાર પર તાકયું નિશાન

અરવિંદ કેજરીવાલે  (Arvind Kejriwal) બોટાદમાં થયેલી ઘટના અંગે સરકાર પર નિશાન તાકતા જણાવ્યું હતું કે “ગાંધી બાપુના ગુજરાતમાં પ્રતિબંધ હોવા છતાં આવી ઘટના બનતી જોઈને દુઃખ થાય છે. ગેરકાયદેસર દારૂ વેચનારાઓને રાજકીય રક્ષણ મળે છે..? તેની તપાસ થવી જોઈએ”

અરવિંદ કેજરીવાલનું સોમનાથમાં આગમન, લઠ્ઠાકાંડ અંગે સરકાર પર તાકયું નિશાન
Arvind Kejriwal
| Edited By: | Updated on: Jul 25, 2022 | 11:17 PM

આમ આદમી પાર્ટીના (AAP) રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal) સોમનાથ પહોંચ્યા હતા. કેશોદ એરપોર્ટ પર વિઝીબલિટી ડાઉન થતા અરવિંદ કેજરીવાલના વિમાનનું પોરબંદર ખાતે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તેઓ દિલ્લીથી પોરબંદર ખાતે હવાઈ માર્ગે પહોંચ્યા હતા અને સોમનાથ ખાતે તેમણે રાત્રિરોકાણ કર્યું છે. એરપોર્ટ ખાતે આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને સ્થાનિક આપ નેતા જગમાલ વાળાએ તેમજ આપ નેતાઓ, હોદેદારોએ એમનું સ્વાગત કર્યું હતુ. એરપોર્ટ ખાતે અરવિંદ કેજરીવાલે બોટાદ દારૂ કાંડ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે આ દુર્ભાગ્ય પૂર્ણ વાત કહેવાય કે દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં બેફામ દારૂ વેચાય છે આ અંગે તપાસ થવી જોઈએ.

અરવિંદ કેજરીવાલ રાજકોટ ખાતે ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક

આપના સંયોજક ગુજરાત મુલાકાતે સોમનાથ આવી પહોંચ્યા હતા. તેઓ ગુજરાતના પ્રવાસ દરમિયયાન 25 જૂલાઇએ સાંજે સોમનાથ પહોંચ્યા હતા. તેઓ પોરબંદર ખાતે હવાઈ માર્ગે આવીને બાયરોડ વાહનોના કાફલા સાથે સોમનાથ ખાનગી હોટલમાં પહોંચ્યા હતા. તેઓ આજે રાત્રે સોમનાથ ખાતે રાત્રિરોકાણ કરી સવારે 8:30 વાગ્યે સોમનાથ મંદિરના દર્શન કરીને રાજકોટ જવા માટે રવાના થશે. રાજકોટમાં તેઓ 12:30 વાગ્યે રાજકોટ ટાઉનહોલ ખાતે બેઠકમાં ભાગ લેશે.

લઠ્ઠાકાંડ અંગે સરકાર પર તાક્યું નિશાન

અરવિંદ કેજરીવાલે  (Arvind Kejriwal) બોટાદમાં થયેલી ઘટના અંગે સરકાર પર નિશાન તાકતા જણાવ્યું હતું કે “ગાંધી બાપુના ગુજરાતમાં પ્રતિબંધ હોવા છતાં આવી ઘટના બનતી જોઈને દુઃખ થાય છે. ગેરકાયદેસર દારૂ વેચનારાઓને રાજકીય રક્ષણ મળે છે? તેની તપાસ થવી જોઈએ”

નોંધનીય છે કે ગુજરાતમાં બોટાદ જિલ્લામાં  15 લોકોના મોત  બાદ આ ઘટનામાં રેન્જ આઇજી અશોક યાદવ,  પણ હોસ્પિટલમાં પહોંચ્યા હતા બોટાદ જિલ્લાના રોજીદ ગામે લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી છે. સંભવિત લઠ્ઠાકાંડની ઘટનામાં  પહેલા 4 લોકોના મોત  ત્યાર બાદ 8 લોકોના મોત થયા હોવાના અહેવાલ સૂત્રો દ્વારા પ્રાપ્ત થયા  છે. જિલ્લાના બરવાળાના રોજીદ ગામમાં સવારે 10 લોકોની તબિયત બગડી હોવાની ઘટના બની હતી.  પીધા બાદ 10 વધુ લોકોની તબિયત બગડી હતી. આ ઘટનામાં તપાસ માટે SITની રચના કરવામાં આવી છે બોટાદ જિલ્લાના રોજીદ ગામે લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી છે. સંભવિત લઠ્ઠાકાંડની (Hooch Tragedy)  ઘટનામાં 8 લોકોનાં મોત થયાં છે.  આ ઘટનામાં દારૂ પીધા બાદ 10થી વધુ લોકોની તબિયત બગડી હતી. તે પૈકી એકનું ભાવનગરમાં સારવાર દરમિયાન મોત થયું હતું. તેમજ અસરગ્રસ્ત અન્ય લોકોને પણ બોટાદ તેમજ ભાવનગરની હોસ્પટિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.