ગીરસોમનાથ: નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ, લોકો ત્રસ્ત અને તંત્ર નિંદ્રાધીન

છેલ્લા બે અઠવાડિયાથી ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહેલ વરસાદની હેલી ક્યાંકને ક્યાંક મેઘ મહેરમાંથી મેઘકહેરમાં પલટાઈ રહી છે. જિલ્લાની તમામ નદીઓમાં પૂર આવ્યા છે, જેને કારણે સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર પણ પુરના પાણી ફરી વળ્યાં છે. ત્યારે 1.5 થી 2 ફૂટ પુરના પાણી અને રસ્તા પર પહેલેથી મોજુદ એકથી દોઢ ફૂટના ખાડાએ જીવલેણ સમન્વય સાબિત […]

ગીરસોમનાથ: નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ, લોકો ત્રસ્ત અને તંત્ર નિંદ્રાધીન
| Edited By: | Updated on: Sep 19, 2020 | 7:06 PM

છેલ્લા બે અઠવાડિયાથી ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહેલ વરસાદની હેલી ક્યાંકને ક્યાંક મેઘ મહેરમાંથી મેઘકહેરમાં પલટાઈ રહી છે. જિલ્લાની તમામ નદીઓમાં પૂર આવ્યા છે, જેને કારણે સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર પણ પુરના પાણી ફરી વળ્યાં છે. ત્યારે 1.5 થી 2 ફૂટ પુરના પાણી અને રસ્તા પર પહેલેથી મોજુદ એકથી દોઢ ફૂટના ખાડાએ જીવલેણ સમન્વય સાબિત થઈ શકે છે. વાહનચાલકોનો ટ્રાફિક જામ થતાં નજીકના ગામના લોકોએ ટ્રાફિક ક્લિયર કર્યો હતો. છતાં ઘટના સ્થળે સ્થિતિ જોવાની કોઈપણ સરકારી તંત્ર કે નેશનલ હાઈવે ઓથોરીટીએ દરકાર લીધી નહોતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કપિલા નદીમાં આવેલા પુરને કારણે સોમનાથ ભાવનગર હાઈવે પર પાણી ફરી વળ્યું છે સાથે જ હાઈવે પણ મસમોટા ખાડાઓ હોવાને કારણે પાણી વચ્ચેથી વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મોટો ટોલટેક્સ ઉઘરાવતી નેશનલ હાઈવે ઓથોરિટી બિસ્માર હાલતમાં રોડ હોવા છતાં ટ્રાફિક નિયમન કે રોડના સમારકામ અથવા ડાયવર્ઝન કાઢવા માટે હાજર નથી. ત્યારે નજીકના ગામના સેવાભાવી યુવાનો લોકોને ખાડાઓથી સચેત કરીને હાઈવે પરનો ટ્રાફિક જામ દૂર કરી રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

લોકો પોતાના પરિવાર સાથે આ હાઈવે ઉપર નથી ચાલી શકતા. વાહન બગડતા રાતવાસો રોડ ઉપર કરવો પડે છે. આવી ગંભીર પરિસ્થિતિમાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી પોતાની ફરજ પરથી ભાગી રહી છે. છેલ્લા પાંચ વર્ષથી આ વિસ્તારમાં હાઈવે ડૂબી જવાની ઘટના બને છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ ધ્યાન નથી આપવામાં આવી રહ્યું, તેવો સ્થાનિકોનો આક્ષેપ છે. ત્યારે હાઈવે ઉપર આવેલું દોઢથી બે ફૂટ પાણી અને પહેલેથી જ હાઈવે ઉપર રહેલા એકથી દોઢ ફૂટ ઊંડા ખાડાએ જીવલેણ અકસ્માત નોતરે શું ત્યારે જ તંત્ર જાગશે તેવો લોકોના મનમાં પ્રશ્ન છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 4:45 pm, Mon, 24 August 20

Follow Us