GIR SOMNATH : રેસિડેન્ટ ડોકટરોની હડતાળ પર નીતિન પટેલનું નિવદેન, માગ ગેરવ્યાજબી, પહેલા બિનશરતી હડતાળ સમાપ્ત કરાય

|

Aug 09, 2021 | 12:06 PM

DyCM નીતિન પટેલે કહ્યું કે આ ડોકટરોનો અભ્યાસ પૂર્ણ થઇ ચુક્યો છે, હવે તેઓ વિદ્યાર્થીઓ નથી.

GUJARAT : રાજ્યમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ સતત છઠ્ઠા દિવસે યથવાત છે. ગઈકાલે 8 ઓગષ્ટે પાંચમા દિવસે સુરત, અમદાવાદ, જામનગરમાં રેસિડેન્ટ તબીબોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે પોતાની લડતને વધુ ઉગ્ર બનાવવાના સંકેત આપી દીધા હતા. આજે 9 ઓગષ્ટે તમામ જુનીયર તબીબોએ કોરોના વોરીયર્સનું સન્માન સરકારને પરત  આપી વિરોધ વ્યક્ત કરવાની ચીમકી આપી છે.

આ દરમિયાન સોમનાથ મહાદેવના દર્શને આવેલા રાજ્યના આરોગ્યપ્રધાન તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. DyCM નીતિન પટેલે કહ્યું કે જુનીયર તબીબો પોતાની હડતાલ સમેટી લે, સરકાર વાતચીત કરવા માટે તૌયાર છે,પણ આ ડોકટરોની માગણી યોગ્ય નથી. આ સાથે જ તેમણે કહ્યું કે આ ડોકટરોનો અભ્યાસ પૂર્ણ થઇ ચુક્યો છે, હવે તેઓ વિદ્યાર્થીઓ નથી. આ તામમને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં CHC-PHCમાં નિમણૂંકના આદેશો આપી દેવાયા છે.

આ પણ વાંચો : AHMEDABAD : મિશન વિવાનનો અંત, સ્પાઈન મસ્ક્યૂલર એટ્રોફી નામની બીમારીથી પીડાતા વિવાનનું અવસાન

આ પણ વાંચો : GIR SOMNATH : ઉનાના જાણીતા તબીબ સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ, વન વિભાગની જમીન પર બનાવ્યું વૈભવી ફાર્મ હાઉસ

Published On - 11:11 am, Mon, 9 August 21

Next Video