ગીર સોમનાથ : 20 માછીમારો પાકિસ્તાન જેલમાંથી માદરે વતન પહોંચ્યા, વેરાવળ ખાતે પરિવારજનો સાથે મિલન થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા

|

Nov 18, 2021 | 6:45 PM

સમુદ્રની જળ સીમા પર માછીમારી માટે જતા ભારતીય માછીમારોનું પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરી અવારનવાર જેલમાં ધકેલી દેવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સમયાંતરે પાકિસ્તાનમાંથી માછીમારોને મુક્ત કરાવવા કાર્યવાહી કરવામાં આવે છે. જે અંતર્ગત હાલ પાકિસ્તાન સરકાર દ્વારા 20 જેટલા માછીમારોને મુક્ત કરાયા છે.

ગીર સોમનાથ : 20 માછીમારો પાકિસ્તાન જેલમાંથી માદરે વતન પહોંચ્યા, વેરાવળ ખાતે પરિવારજનો સાથે મિલન થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા
માછીમારોની મુક્તિ (ફાઇલ)

Follow us on

પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા 20 માછીમારો માદરે વતન પહોંચ્યા છે. જેમાં વેરાવળ ખાતે પરિવારજનો સાથે મિલન થતાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. આ માછીમારોમાં ગીરસોમનાથના 19 અને પોરબંદરના 01 માછીમારનો સમાવેશ થાય છે. સૌથી ચોંકાવનારી વાત અહીં એ છેકે નવાબંદરનો માછીમાર પિતાના નામની ભૂલને કારણે ચાર વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ હતો.

સમુદ્રની જળ સીમા પર માછીમારી માટે જતા ભારતીય માછીમારોનું પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરી અવારનવાર જેલમાં ધકેલી દેવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સમયાંતરે પાકિસ્તાનમાંથી માછીમારોને મુક્ત કરાવવા કાર્યવાહી કરવામાં આવે છે. જે અંતર્ગત હાલ પાકિસ્તાન સરકાર દ્વારા 20 જેટલા માછીમારોને મુક્ત કરાયા છે.

પાકિસ્તાન દ્વારા અવારનવાર માછીમારોનું થાય છે અપહરણ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ફિશરીઝ વિભાગના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 600 જેટલા માછીમાર પૈકી હાલ 20 માછીમારોને પાકિસ્તાન સરકાર દ્વારા મુક્ત કરવામાં આવતા હજુ 580 માછીમારો પાકિસ્તાન જેલમાં બંધક છે. મુક્ત કરાયેલ માછીમારોને વાઘા બોર્ડર ખાતેથી ફિશરીઝ વિભાગની ટીમ દ્વારા વેરાવળ ખાતે લાવવામાં આવેલ અને તેમના પરિવારજનોને કબજો સોંપવામાં આવ્યો છે.

હજુ પણ માછીમારો પાકિસ્તાન જેલમાં કેદ

છેલ્લા ચાર વર્ષથી યાતના ભોગવતા નવા બંદરના માછીમાર બાબુ કરશનના પિતાના નામમાં ભુલના કારણે ફસાયો હતો. મુક્ત થયેલ માછીમાર બાબુ કરશનના કહેવા પ્રમાણે તેના કાગળો ગુમ કરી દેવાયા હતા. જોકે બાદમાં વતનથી પરિવારજનો દ્વારા દિલ્હી વિદેશ મંત્રાલય સુધી કવાયત કરતા આખરે છુટકારો થયો હતો. અન્ય એક યુવા માછીમારના કહેવા મુજબ હજુ પણ 580 માછીમારો યાતના ભોગવી રહ્યા છે જે પૈકીના ઘણાંની હાલત નાજુક છે. આ તમામ માછીમારોનો પણ વહેલી તકે છુટકારો થાય તે માટે ભારત સરકારએ ધ્યાન આપવા વિનંતી કરી છે.

અન્ય માછીમારોને પાકિસ્તાનની કેદમાંથી મુક્ત કરાવવા પરિવારજનોની આજીજી

પાકિસ્તાન મરીન દ્વારા 1148 ભારતીય ફિશિંગ બોટને પકડી માછીમારોને બંધક બનાવી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. જોકે હજુ પણ 580 માછીમારો પાકિસ્તાનની જેલ માં યાતના વેઠી રહ્યાં છે.જેનો વહેલાસર છુટકારો થાય તે ઇચ્છનીય છે.

આ પણ વાંચો : કાવતરાખોર ચીન સુધરવાનું નામ નથી લઈ રહ્યું, હવે ભૂટાનની જમીન પચાવી પાડવા તરફ ! 100 કિમિનાં દાયરામાં વસાવી દીધા અનેક ગામ

આ પણ વાંચો : Video : આ દોસ્તીએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ ! બાળકોને વ્હાલ કરતા ચિમ્પાન્ઝીને જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

Next Article