Ambaji: અંબાજી મંદિરને 111 ગ્રામ સોનુ અને 1111 ગ્રામ ચાંદીની લગડી ભક્ત દ્વારા ભેટ ધરાવી, જુઓ Video

|

Oct 21, 2023 | 5:27 PM

મહિલા ભક્તે સોના અને ચાંદીની લગડીઓની ભેટ ધરી છે. જેમાં સોનાની ત્રણ લગડી 111 વજન ધરાવતી ભેટ ધરવામાં આવી હતી.  ચાંદીની પાંચ લગડીઓ 1111 ગ્રામ વજન ધરાવતી અંબાજી મંદિરને ભેટ ધરવામાં આવી છે. આમ અંબાજી મંદિરને ભક્ત દ્વારા સોના ચાંદીની ભેટ ધરવામાં આવી છે.

અંબાજી મંદિરને ભક્તો દ્વારા સોના અને ચાંદીની ભેટ અવારનવાર અર્પણ કરવામાં આવતી હોય છે. હાલ નવરાત્રીના તહેવાર દરમિયાન ભક્તો દ્વારા સોના અને ચાંદીની ભેટ ધરતા હોય છે.  મહિલા ભક્તે સોના અને ચાંદીની લગડીઓની ભેટ ધરી છે. જેમાં સોનાની ત્રણ લગડી 111 વજન ધરાવતી ભેટ ધરવામાં આવી હતી.  ચાંદીની પાંચ લગડીઓ 1111 ગ્રામ વજન ધરાવતી અંબાજી મંદિરને ભેટ ધરવામાં આવી છે. આમ અંબાજી મંદિરને ભક્ત દ્વારા સોના ચાંદીની ભેટ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ  મોડાસામાં મોપેડ પર દારુની મોટાપાયે હેરાફેરી કરતો યુવક ઝડપાયો, 172 બોટલ જોઈ પોલીસ દંગ રહી ગઈ

પાર્વતીબેન પંચાલ દ્વારા સોનાનુ દાન કરવામાં આવ્યુ હતુ. મીનાક્ષી વરવાળાના માઈ ભક્ત દ્વારા 3 લગડી સોનાની દાનમાં આપવામાં આવી હતી. જ્યારે ચાંદીની પાંચ લગડીઓ ભેટ ધરવામાં આવી હતી. આમ અંદાજે 7.44 લાખ રુપિયાની ભેટ મંદિર ટ્રસ્ટને દાન સ્વરુપ મળી હતી. હાલમાં નવરાત્રીને લઈ ભક્તોની ભીડ અંબાજી મંદિરે ખૂબ જ ઉમટતી હોય છે. માં જગદંબાના તહેવારને લઈ ભક્તોની ભીડ દર્શન કરી આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવતી હોય છે.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:50 pm, Sat, 21 October 23

Next Video