
કહેવાય છે કે કળિયુગ હવે તેનો અસલી રંગ બતાવવાનું શરૂ કરી રહ્યો છે. ભરૂચમાં ૨૪ કલાકમાં 2 ઘટનાઓએ પવિત્ર સંબંધોને શર્મશાર કર્યા છે.જાણીતી શાળાના 80 વર્ષ આસપાસની ઉંમરના આધેડ ટ્રસ્ટીનું યુવાન શિક્ષિકા ઉપર દિલ આવી જતા ચાલુ ક્લાસમાં અન્ડર ગારમેન્ટ્સની ભેટ આપી શિક્ષિકાને શર્મિંદા કરી નાખી તો બીજી ઘટનામાં સસરાએ સગી પુત્રવધુને હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. બંને મામલા ભરૂચ પોલીસ(Bharuch Police) સુધી પહોંચતા ઢળતી ઉંમરે હવસના પૂજારી બનેલા ઠર્કી વૃદ્ધો સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી એક જાણીતી શાળામાં યુવાન શિક્ષિકા તાજેતરમાં વર્ગમાં અભ્યાસ કરાવી રહી હતી તે દરમિયાન અચાનક કલાકમાં ટ્રસ્ટી વિઝીટ માટે આવ્યા હતા. 80 વર્ષ આસપાસના ટ્રસ્ટી પોતના બુટના શોખના કારણે જાણીતા છે. ટ્રસ્ટીએ ક્લાસમાં બાળકોની વચ્ચે શિક્ષિકા હીનાબેન (નામ બદલવામાં આવ્યું છે)ને હાથમાં પેકેટ આપ્યું હતું. આ પેકેટ આપી ટ્રસ્ટીએ તે શિક્ષિકા માટે ખુબ કામનું હોવાનું કહી આ પેકેટની ચીજનો અભિપ્રાય કેબિનમાં આવી આપવા વિનંતી કરી હતી. શૈક્ષણિક કાર્યને લગતી ચીજવસ્તુઓ હોવાના અનુમાન સાથે શિક્ષિકાએ ક્લાસમાંજ વિદ્યાર્થીઓની હાજરીમાં પેકેટ ખોલ્યું અને તેમાંથી જે નીકળ્યું તે જોઈ શિક્ષિકા શરમ સાથે આઘાતમાં મુકાઈ હતી. આ પેકેટમાં અન્ડર ગાર્મેન્ટ્સ નીકળ્યા હતા. 80 વર્ષના ટ્રસ્ટી પૌત્રીની ઉંમરના શિક્ષિકા સાથે આ હદની હીન હરકત કરશે તેનો મહિલાને સ્વપ્નેય ખ્યાલ ન હતો.
શાળાના અન્ય શિક્ષકો વચ્ચે મામલો ઉછળ્યો અને વિવાદના અંતે વાત પોલીસ સુધી પહોંચી હતી. ભરૂચ પોલીસે બંને પક્ષના નિવેદનો બાદ 80 વર્ષના ટ્રસ્ટીની IPC ની કલમ 354 હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઢળતી ઉંમરે જેલના સળિયા ગણવાનો વારો આવતા ટ્રસ્ટીની હરકતના કારણે શાળાએ ભારે બદનામીનો સામનો કરવો પડ્યો છે.
સંબંધોને લજવતી બીજી ઘટના અંકલેશ્વરમાં બની હતી. અહીં એક પરણીતાને તેના સસરાએ શરીરમાં પીડા હોવાથી પગ દબાવવાની સેવા કરવા પાસે બોલાવી હતી. પિતાની સેવા કરવા પુત્રવધુ સસરાની પાસે જતા આલંપટ સસરાએ સેવાના બહાને મેળવાનો પ્રયાસ કરી મહિલા સાથે અડપલાં કરવા માંડ્યાં હતા. ગભરાયેલી પુત્રવધૂએ સસરા હવસનો શિકારબનાવે તેવા ભય વચ્ચે 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદ માગી હતી. ઘટનાની ગંભીરતા પારખી ટીમે સ્થળ પર પહોંચી હતી. મામલો ઘરનો હોવાથી પોલીસ ફરિયાદની કાર્યવાહી દરમિયાન સસરો પુત્રવધુના હાથપગ પકડી ભૂલ સ્વીકારી માફી માંગતા સમાધાન કરાવી અભયમની ટિમ પરત ફરી હતી.
Published On - 2:06 pm, Sat, 15 July 23