GCCI ની બિઝનેસ વુમન વિંગે પર્યાવરણ દિને વેબીનાર યોજ્યો, યુનિવર્સિટી કેમ્પસમાં વૃક્ષારોપણ કર્યું

|

Jun 05, 2021 | 10:37 PM

વિશ્વ પર્યાવરણ દિને ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI ) ની બિઝનેસ વુમન વિંગ  કમિટીએ "પર્યાવરણીય  પડકારો અને વ્યવસાયની તકો" વિષય પર વેબિનારનું આયોજન કર્યું હતું.

GCCI ની બિઝનેસ વુમન વિંગે પર્યાવરણ દિને વેબીનાર યોજ્યો, યુનિવર્સિટી કેમ્પસમાં વૃક્ષારોપણ કર્યું
GCCI ની બિઝનેસ વુમન વિંગે પર્યાવરણ દિને યુનિવર્સિટી કેમ્પસમાં વૃક્ષારોપણ કર્યું

Follow us on

વિશ્વ પર્યાવરણ દિને ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI ) ની બિઝનેસ વુમન વિંગ  કમિટીએ “પર્યાવરણીય  પડકારો અને વ્યવસાયની તકો” વિષય પર વેબિનારનું આયોજન કર્યું હતું. વિશ્વ પર્યાવરણ(Environment) દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ વેબીનારમાં પર્યાવરણવાદી  અને કૃષિ સલાહકાર અમિત વસાવડાએ જણાવ્યું કે કેવી રીતે મહિલા ઉદ્યોગ સાહસિકો પર્યાવરણને નવા વ્યવસાય તરીકે લઈ શકે છે.

તેમણે જણાવ્યું કે હાઈટેક એગ્રિકલ્ચર, એગ્રો ફોરેસ્ટ્રી, પર્યાવરણીય સંશોધન અને ટેકનોલોજી વિકાસ, હાઇડ્રોપોનિક આધારીત ખેતી અને ડેરી ફાર્મિંગ ક્ષેત્રે વ્યવસાયની અનેક તકો રહેલી છે.

તેમણે જણાવ્યું હતું કે મહિલા ઉદ્યોગ સાહસિકો પર્યાવરણ(Environment) ને નવા બિઝનેસ તરીકે અપનાવી શકે છે. જેમાં વૃક્ષો અને છોડ ઉછેરવા. વનસ્પતિ, ઔષષીઓ અને શહેરની નાની જગ્યાઓમાં શાકભાજી ઉગાડવી. જેમાં નવી ટેકનોલોજીથી મદદથી વ્યક્તિની જરૂર ઓછી પડે છે. તેમણે એક્સપોર્ટ માટેના અનેક ઉત્પાદનોની વાત કરી તેમજ કહ્યું કે આ ઉદ્યોગોમાં ઓછી મહેનતથી ઝડપથી વિકાસ થાય છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
ધૃતરાષ્ટ્રને કૌરવો ઉપરાંત પણ હતો એક પુત્ર, જાણો કોણ હતો એ
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

આ ઉપરાંત ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI )ના બિઝનેસ વુમન વિંગ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ચેમ્બરના પ્રમુખ નટુભાઈ પટેલ, ઉપ પ્રમુખ હેમંતભાઈ શાહ, યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડયા, ઉપ કુલપતિ જગદીશ ભાવસાર, વુમેન વિંગ કમિટીના ચેર પર્સન શિલ્પા ભટ્ટ, કો- ચેર પર્સન કુસુમ કૌલ વ્યાસ અને કમીટીના સભ્યો હાજર રહ્યા હતા. આ પહેલ દરમ્યાન ગુજરાત યુનિવર્સિટીના અલાયદા વિસ્તારમાં વડ, પીપળો, ગરમાળો, મોગરો, ચંપો જેવા 100 જેટલા છોડ રોપવામાં આવ્યા હતા.

Next Article