રાજ્ય સરકારના આદેશનો નવરાત્રીની પૂર્વ સંધ્યાએ ધરાર અનાદર, આદેશને ખુદ મામલતદાર જ ઘોળીને પી ગયા
રાજ્ય સરકારે માત્ર શેરી ગરબાને જ શરતી મંજૂરી આપી છે. ત્યારે રાજ્ય સરકારના આદેશનો નવરાત્રીની પૂર્વ સંધ્યાએ ધરાર અનાદર થતો જોવા મળ્યો.
રાજ્ય સરકારે માત્ર શેરી ગરબાને જ શરતી મંજૂરી આપી છે. જ્યારે પાર્ટી પ્લોટ કે કોમર્શિયલ ગરબાના આયોજન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. જોકે રાજ્ય સરકારના આદેશનો નવરાત્રીની પૂર્વ સંધ્યાએ ધરાર અનાદર થતો જોવા મળ્યો. વિડીયોમાં આણંદ અને સુરતની બે તસવી સામે આવી છે. અહીં નવરાત્રીની પૂર્વ સંધ્યાએ જ નિયમભંગ જોવા મળ્યો.
આણંદમાં સરકારના આદેશને ખુદ બોરસદ મામલતદાર જ ઘોળીને પી ગયા. સરકારે શેરી ગરબા સિવાય અન્ય તમામ આયોજન પર બ્રેક મારી છે, છતાંય બોરસદ મામલતદારે ચેરિટી ગરબાને મંજૂરી આપી. ત્યારે અહીં સવાલ એ થાય કે શું મામલતદારને પોતાની જ સરકારના નિયમની જાણકારી નથી..? શું ચેરિટીના નામે યોજાતા ગરબામાં સંક્રમણ ન ફેલાઇ શકે..? શું ચેરિટીના નામે થતા ગરબામાં નિયમભંગ ન થાય..? ચેરિટીના નામે આયોજન કરીને નિયમભંગ થાય તો ચલાવી લેવાય..?
ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીના શહેર સુરતના પણ એવા દ્રશ્યો સામે આવ્યા છે. સરકારનો પ્રતિબંધ છતાં ઉમરા વિસ્તારમાં પ્રિ નવરાત્રી ગરબાનું આયોજન કરાયું. અને શોર્ટ ગેમ ઝોનમાં ખેલૈયાઓ ગરબે રમે તે પહેલા જ પોલીસ ત્રાટકી. પાર્ટી પ્લોટમાં યોજાનાર ગરબા ચાલુ થતા પહેલા જ બંધ કરાવાયા. જોકે અહીં પણ એ જ સવાલ સર્જાય કે સરકારે જ્યારે મંજૂરી જ નથી આપી તો આયોજકો કેમ કાયદો હાથમાં લઇને નિયમો તોડ આયોજન કરી રહ્યા છે. શું આયોજકોને કાયદાનો કોઇ ડર જ નથી?
આ પણ વાંચો: Gujarat: મુન્દ્રા પોર્ટ પર પકડાયેલા ડ્રગ્સ કેસની તપાસ NIA ને સોંપવામાં આવી, ગૃહ મંત્રાલયનો આદેશ
આ પણ વાંચો: વિજય રૂપાણીના કાર્યકાળમાં પાસ થયેલા આ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે CM ભૂપેન્દ્ર પટેલ