ગાંધીનગરની વાવોલની શાળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં આ શાળાના બાળકોની પ્રિન્સિપાલની ગાડી પર પથ્થર વાગતા કાચ ફૂટી ગયો હતો. જે બાદ શાળાના પ્રિન્સિપાલે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
બાળકોથી પ્રિન્સિપાલની ગાડીનો કાચ તૂટી ગયો હતો. જે બાદ ગુસ્સે ભરાયેલા પ્રિન્સિપાલે માર માર્યો હતો. તેમજ ધોરણ 6થી 8ના તમામ વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલે બેરહેમીથી માર માર્યો હતો. ત્યારે બાળકોને માર મારતા વાલીઓ રોષ ભરાયા છે અને પ્રિન્સિપાલ સામે કડક પગલા લેવા માગ કરી રહ્યા છે.
ગાંધીનગરના વાવોલની પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ બાળકો રિશેષ દરમિયાન કેમ્પસમાં રહેલા ઝાડ પર પતંગ ફસાયો હતો, જેને કાઢવા માટે બાળકોએ પથ્થર ફેંકતા પથ્થર પ્રિન્સિપાલની ગાડી પર જઈને પડ્યો. જેનાથી પ્રિન્સિપાલની ગાડીનો કાચ તૂટી ગયો અને તે બાદ ગુસ્સે ભરાયેલા પ્રિન્સિપાલે 6થી 8ના બાળકોને માર માર્યો હોવાનું સામે આવ્યું છે.
ત્યારે આ ઘટના બાદ બાળકોના વાલીઓ રોષે ભરાયા છે. તેમનો ગુસ્સો છે કે બાળકોથી અજાણતા ભૂલ થઈ ગઈ છે અને પ્રિન્સિપાલની ગાડીનો કાચ તૂટ્યો તો ઘટનાથી બાળકોને માર મારતા વાલીઓમાં રોષ જોવા મળ્યો અને વાલીઓએ પ્રિન્સિપાલ સામે કડક પગલા લેવાની માગ કરી રહ્યા છે.