GANDHINAGAR : કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ભગવાન કૃષ્ણના ગુજરાત કનેક્શન અંગે નિવેદન આપ્યું છે. ગઈકાલે રવિવારે વિશ્વ ગુજરાતી સમાજ (VGS) દ્વારા ગુજરાતી સમાજના અગ્રણી હસ્તીઓના સન્માન માટે આયોજિત એક કાર્યક્રમમાં તેમણે પોતાના સંબોધનમાં આ વાત કહી છે.
તેમણે કહ્યું કે ભગવાન કૃષ્ણ ગુજરાતમાં આવ્યાં પછી જ ‘દ્વારકાધીશ’ તરીકે લોકપ્રિય થયા. રૂપાલાએ જણાવ્યું હતું કે ગુજરાતી સમુદાય પૌરાણિક સમયથી સમૃદ્ધ પરંપરા અને ભૂતકાળ સાથે હંમેશા વિશેષ રીતે જોડાયેલો રહ્યો છે. શ્રીકૃષ્ણ ભલે ‘કૃષ્ણ’ અથવા ‘કન્હૈયા’ તરીકે ઓળખાય, પરંતુ ગુજરાત આવ્યા પછી જ તેમને દ્વારકાધીશનું બિરુદ મળ્યું.
પરસોત્તમ રૂપાલાએ સરદાર વલ્લભભાઈ પટેલ પરના સંશોધન કાર્ય બદલ ઈતિહાસકાર ડો. રિઝવાન કાદરીને ‘સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા પુરસ્કાર’ સાથે રૂ. 2.50 લાખ રોકડા આપી સન્માનિત કર્યા હતા. રૂપાલાએ જણાવ્યું હતું કે અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ ડૉ.કાદરીને સરદાર સાહેબ પર સંશોધન કરવાની પ્રેરણા આપી હતી અને ત્યારબાદ ડૉ.કાદરીના અભ્યાસ અને સંશોધન એ ખૂબ જ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ છે. સરદાર પટેલના પરોપકારી વ્યક્તિત્વની શોધ કરવી એ મહાસાગરમાં ડૂબકી લગાવવા જેવું છે.
આ પ્રસંગે વરિષ્ઠ મહાનુભાવોનું સન્માન કરવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા શ્રીમતી નીમાબેન આચાર્ય, વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી સી.કે.પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી કૃષ્ણકાંત વખારિયા અને શ્રી જયરામભાઈ વાંસજીયા વિશેષ ઉપસ્થિત રહા હતાં.
“જય જય ગરવી ગુજરાત” pic.twitter.com/9bJseG3QKa
— Parshottam Rupala (@PRupala) December 27, 2021
આ ઉપરાંત વિશ્વ ગુજરાતી સમાજે (VGS) સુરત સ્થિત હીરા પેઢીના માલિક અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા મથુરભાઈ સવાણીને ‘શ્રી કાનજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા પુરસ્કાર’ સાથે રૂ. 1 લાખની રકમથી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત, દિલ્હી ગુજરાત સમાજના દિલ્હી ચેપ્ટરને 125 વર્ષથી તેના યોગદાન માટે ‘શ્રેષ્ઠ ગુજરાતી સમાજ પુરસ્કાર’ સાથે રૂ. 1 લાખ આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : સુન્ની વક્ફ બોર્ડે કહ્યું, “બેટ દ્વારકાના બે ટાપુ અમારા”, હાઈકોર્ટે અરજી ફગાવી લગાવી ફટકાર
આ પણ વાંચો : માતા-પુત્રના સંબંધ પર કલંક સમાન કિસ્સો, પુત્રએ પોતાની પત્ની સાથે મળી સગી માતા પર એસીડ રેડ્યું