કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજિજૂનું મોટું નિવેદન, કહ્યું જયારે નેતાઓ મુશ્કેલીમાં મુકાય ત્યારે જજને આગળ કરે છે

|

Sep 26, 2021 | 7:41 PM

કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજિજૂએ દાવો કર્યો કે જ્યાં અમે કામ નથી કરી શકતા એ સ્થિતિમાં અમે જજને આગળ કરીએ છીએ અને જજના આગળ રહેવાથી કામ સરળતાથી પાર પડે છે.

GANDHINAGAR : રાજકીય નેતાઓ જ્યારે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે જજને આગળ કરે છે…આ મોટું નિવેદન આપ્યું છે કેન્દ્રીય કાયદાપ્રધાન કિરણ રિજિજૂએ.ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે સ્કૂલ ઓફ લૉના વિવિધ પ્રકલ્પોના શુભારંભ પ્રસંગે હાજર રહેલા  કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજિજૂએ દાવો કર્યો કે જ્યાં અમે કામ નથી કરી શકતા એ સ્થિતિમાં અમે જજને આગળ કરીએ છીએ અને જજના આગળ રહેવાથી કામ સરળતાથી પાર પડે છે.

સાથે જ કિરણ રિજજૂએ ઉમેર્યું કે જજના તમામ આદેશનું અમારે અમલીકરણ કરવાનું હોય છે. જો અમલીકરણ ન થાય તો કોર્ટની અવમાનનાનો પણ અમને ડર રહેતો હોય છે.કિરણ રિજજૂએ ભાર મુક્યો કે સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે સંકલન અને તાલમેલ જરૂરી છે.

કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજજૂએ ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં નવનિર્મિત સ્કુલ ઓફ લો ફોરેન્સિક જસ્ટિસ એન્ડ પોલિસી સ્ટડીઝનો પ્રારંભ કરવામાં આવ્યો. વર્તમાન સમયમાં ગુનાના બદલાતા પ્રકારો સામે ટેકનોલોજી થી સુસજ્જ લીગલ એક્સપર્ટ માનવબળ દેશને પૂરું પાડવામાં આ સ્કુલ એક સક્ષમ ઇકોસિસ્ટમ ઊભી કરશે.

આ પણ વાંચો : Sports News : અમદાવાદમાં ટ્રાન્સટેડિયા ખાતે ભારતના પહેલા સ્પોર્ટ્સ આરબિટ્રેશન સેન્ટરની શરૂઆત, કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુએ કર્યું ઉદ્ઘાટન

આ પણ વાંચો : AAPનો કોરોના સ્પ્રેડર ડાયરો? ત્રીજી લહેરની આશંકા વચ્ચે ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીએ હજારોની ભીડ ભેગી કરી

 

Next Video