કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે માણસામાં સરદાર પટેલ સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યું

|

Jul 23, 2022 | 5:31 PM

ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે માણસા સરદાર પટેલ સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યું હતું.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે માણસામાં સરદાર પટેલ સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યું
Amit Shah inaugurated Sardar Patel Cultural Bhavan in Mansa

Follow us on

ગુજરાતના(Gujarat)  પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે (Amit Shah) માણસા (Mansa) સરદાર પટેલ સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યું હતું. તેમજ પુસ્તકાલયનું ઉદ્ઘાટન કર્યું તેનું નામ ગાંધીજી અને આ હોલનું નામ સરદાર સાથે જોડાયેલું છે. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ, મંત્રી જીતુ વાઘાણી, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે અત્યાર સુધી 9 હજાર કરોડના વિકાસ કર્યોના લોકાર્પણ અને ખાત મુહૂર્ત કર્યા છે. તેમજ જેમ ગાંધી અને સરદારની જોડી હતી એમ મોદી-શાહની જોડી છે. ભાજપે દેશમાં સેવાની સંસ્કૃતિ વિકસાવી છે. આ ઉપરાંત બે વર્ષ પહેલા બીલેશ્વરપુરા ગામ અમિત શાહે દત્તક લીધું હતું તે આજે આદર્શ ગામમાં પ્રથમ ક્રમે આવ્યું છે.

ગુજરાતના  પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તેમના લોકાપર્ણ કાર્યક્રમ બાદના સંબોધનમાં વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે દ્રૌપદી મુર્મુની ભારતના રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણીને “ઐતિહાસિક ઘટના” ગણાવી હતી અને કહ્યું હતું કે તેમની જીત એ લોકોને જવાબ છે જેઓ માત્ર આદિવાસીઓના સશક્તિકરણની વાત કરે છે, પરંતુ સમુદાયોમાં વિભાજન કરે છે.તેમણે કહ્યું કે આદિવાસીઓનું સશક્તિકરણ તેની વાત કરીને નહીં, પરંતુ આવા નક્કર પરિણામો અને સ્થાન દ્વારા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત શાહે ઉમેર્યું હતું કે તેવો આદિવાસી સંથાલ સમુદાય સાથે જોડાયેલા છે અને ખૂબ જ પછાત પ્રદેશમાંથી આવતા વ્યક્તિનું દેશના ટોચના પદ બિરાજમાન છે એ લોકશાહીની મોટી જીત છે.

“રાષ્ટ્રપતિ પદના બે ઉમેદવારોમાંથી એક જીતે તે સામાન્ય છે, પરંતુ દ્રૌપદી મુર્મુ માટે રાષ્ટ્રપતિ બનવું એ દેશની આઝાદીના 75 વર્ષમાં એક ઐતિહાસિક ઘટના છે તેમ અમિત શાહે ઉમેર્યું કહ્યું. તેમણે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે અનેક પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

અમિત શાહે વધુમાં જણાવ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભાજપ સત્તામાં હતા ત્યારે ટોચના પદ પર ચૂંટાયા હતા.તેમણે કહ્યું કે એપીજે અબ્દુલ કલામે દેશની સંરક્ષણ પ્રણાલીને મજબૂત કરીને અને ભારતને વિજ્ઞાનના ક્ષેત્રમાં વિશ્વના નકશા પર લઈ જઈને ભારતને સુરક્ષિત કરવામાં યોગદાન આપ્યું હતું. જ્યારે રામનાથ કોવિંદ અત્યંત ગરીબ દલિત પરિવારમાંથી આવ્યા હતા અને સંઘર્ષ બાદ ટોચના પદ પર પહોંચ્યા હતા. તેમજ આજના રાષ્ટ્રપતિ એવા પ્રદેશમાંથી આવે છે, જ્યાં ઘણાને એ પણ ખબર નથી કે રાષ્ટ્રપતિ શું છે.

Next Article