GANDHINAGAR : કેન્દ્રીય પ્રધાન અમિત શાહે અમૂલના 415 કરોડના વિવિધ 4 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું

|

Nov 28, 2021 | 11:52 AM

આ નવો દૂધ પાઉડર પ્લાન્ટ એશિયાની સૌથી મોટી સંપૂર્ણ ઓટોમેટિક અમૂલફેડ ડેરી ખાતે સ્થાપવામાં આવ્યો છે. જે GCMMFનું એકમ છે અને તેની મિલ્ક હેન્ડલિંગ ક્ષમતા દૈનિક 50 લાખ લીટરની છે.

GANDHINAGAR : કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ (Amit Shah)એ ગાંધીનગરના ભાટ ગામે અમૂલ (Amul)ના વિવિધ 415 કરોડના 4 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. તેમણે અમૂલ ફેડરેશનના નવા મિલ્ક પાઉડર અને પોલિ ફિલ્મ પ્લાન્ટ્સ, નવા બટર ઉત્પાદન પ્લાન્ટ, અત્યાધુનિક વેરહાઉસિંગ અને નવી રોબોટિક હાઇટેક વેરહાઉસિંગ સુવિધાનું પણ ઉદ્ઘાટન કર્યું.આ નવો દૂધ પાઉડર પ્લાન્ટ એશિયાની સૌથી મોટી સંપૂર્ણ ઓટોમેટિક અમૂલફેડ ડેરી ખાતે સ્થાપવામાં આવ્યો છે. જે GCMMFનું એકમ છે અને તેની મિલ્ક હેન્ડલિંગ ક્ષમતા દૈનિક 50 લાખ લીટરની છે.

આ નવો પ્લાન્ટ 24 કલાક કાર્યરત રહે તે માટે 257 કરોડના રોકાણથી બનાવવામાં આવ્યો છે.બે વર્ષના સમયગાળામાં તૈયાર થયેલો આ પ્લાન્ટ અત્યંત ઊર્જા-કાર્યક્ષમ ટેકનોલોજીથી સુસજ્જ છે.તેમાં ઉત્સર્જનની માત્રા લગભગ નહિવત હશે.પ્લાન્ટમાં પાણીના પુનઃવપરાશની વ્યવસ્થા છે.જેથી ભૂગર્ભ જળના વપરાશમાં ઘટાડો થશે.ઉપરાંત આ પ્લાન્ટ વૈશ્વિક ખાદ્ય સુરક્ષા ધોરણોની જરૂરિયાતોને પુરી કરશે.નવીનતમ પેકિંગ લાઇનો છે તેમજ જથ્થાબંધ પેકિંગ લાઇન્સનું સંપૂર્ણ ઓટોમેટિક સંચાલન થશે.

આ પણ વાંચો : Omicron : કોરોના વાયરસના નવા વેરિયન્ટથી હીરા ઉદ્યોગકારોમાં ચિંતા, જાણો શું અસર થશે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ પર

આ પણ વાંચો : BHAVNAGAR : કોળીયાક ગામે જ્વેલર્સ શોપમાંથી 10 લાખથી વધુના સોના-ચાંદીના ઘરેણાની ચોરી

Next Video