Gandhinagar : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સ્વીકાર્યું રાજ્ય સરકારનું આમંત્રણ, 7 ઓગસ્ટના રોજ રહેશે વર્ચ્યુઅલી હાજર

|

Jul 29, 2021 | 6:54 PM

પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાજ્ય સરકારનું આમંત્રણ સ્વીકારી લીધું છે.જેમાં 3 ઓગસ્ટએ PM મોદી વર્ચ્યુઅલી રાજ્ય સરકારના કાર્યક્રમમાં જોડાશે.તો 7 ઓગસ્ટે અમિત શાહ વર્ચ્યુઅલી રાજ્ય સરકારના કાર્યક્રમમાં જોડાશે.

ગુજરાત(Gujarat) માં રૂપાણી સરકાર સફળતાના 5 વર્ષની પૂર્ણાહૂતિની ઉજવણી કરશે.આ ઉજવણીમાં પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ(Amit Shah)જાહેર કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે.ઉલ્લેખનીય છે કે PM મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાજ્ય સરકારનું આમંત્રણ સ્વીકારી લીધું છે.જેમાં 3 ઓગસ્ટએ PM મોદી વર્ચ્યુઅલી રાજ્ય સરકારના કાર્યક્રમમાં જોડાશે.તો 7 ઓગસ્ટે અમિત શાહ વર્ચ્યુઅલી રાજ્ય સરકારના કાર્યક્રમમાં જોડાશે.

રાજ્ય સરકાર દ્વારા આયોજીત ‘અન્ન ઉત્સવ’ હેઠળ યોજાનાર કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિના મૂલ્યે અન્ન વિતરણ કરાશે.જેમાં રાજ્યના 17 હજાર સસ્તા અનાજની દુકાનો પર 71 લાખ લાભાર્થીઓને વિના મૂલ્યે અનાજ અપાશે.તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ‘વતનપ્રેમ’ યોજનાનો પ્રારંભ કરાવશે સાથે જ શાહ રાજ્યમાં 3 હજાર 906 કરોડના પ્રોજેકટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.

આ પણ વાંચો :  IND vs SL: હાર બાદ કોચ રાહુલ દ્રાવિડે નવા ખેલાડીઓને સંભળાવ્યુ, રજાઓ મનાવવા માટે નથી કરવામાં આવતુ ટીમમાં સિલેકશન

આ પણ વાંચો :  Chhota Rajan: તિહાર જેલમા બંધ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની બગડી તબિયત, AIIMSમાં દાખલ કરાયો

Next Video