ગાંધીનગરમાં વાહન વ્યવહારના બદલાશે રુટ, 10થી 12 જાન્યુઆરી દરમિયાન આ વૈકલ્પિક રુટ પરથી જ જવુ

વાયબ્રન્ટ ગુજરાતને લઈને ગાંધીનગરમાં વાહન વ્યવહારના રુટ બદલાશે. 10 જાન્યુઆરીથી લઇને 12 જાન્યુઆરી માટે રૂટ અંગે જિલ્લા કલેકટર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. નો પાર્કિંગ ઝોન, સાઇન બોર્ડ , લાઉડ સ્પીકરને લઇને કેટલીક અગત્યની સૂચના આપવામાં આવી છે.

ગાંધીનગરમાં વાહન વ્યવહારના બદલાશે રુટ, 10થી 12 જાન્યુઆરી દરમિયાન આ વૈકલ્પિક રુટ પરથી જ જવુ
| Edited By: | Updated on: Jan 04, 2024 | 12:59 PM

ગાંધીનગરમાં આખરે ચાર વર્ષ બાદ મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ સમીટ યોજાવા જઇ રહ્યુ છે. 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી આ વાયબ્રન્ટ સમીટ યોજાવાનું છે. આ વખતની સમીટમાં કુલ 32 દેશના પ્રતિનિધિઓ ભાગ લેશે, જેના માટે તૈયારીઓ શરુ કરી દેવાઇ છે. ખાસ કરીને ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમીટને લઇને ત્રણ દિવસ માટે કેટલાક વૈકલ્પિક રુટ જાહેર કરવામાં આવ્યા છે.

વાયબ્રન્ટ ગુજરાતને લઈને ગાંધીનગરમાં વાહન વ્યવહારના રુટ બદલાશે. 10 જાન્યુઆરીથી લઇને 12 જાન્યુઆરી માટે રૂટ અંગે જિલ્લા કલેકટર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. નો પાર્કિંગ ઝોન, સાઇન બોર્ડ , લાઉડ સ્પીકરને લઇને કેટલીક અગત્યની સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ એરપોર્ટથી મહાત્મા મંદિર સુધી 14 પોઇન્ટસ ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરાયા છે. જે અંગે જરુરી સ્થળો પર સાઈન બોર્ડ લગાવવા તેમજ લાઉડ સ્પીકર દ્વારા લોકોને જાણ કરવા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે.

9થી 13 જાન્યુઆરી સુધી કયા રૂટ છે ‘નો પાર્કિંગ ઝોન’ ?

  • ચ-૦ થી ચ 5 સુધીનો મુખ્ય રોડ
  • ઘ-૦ થી ઘ-5 સુધીનો મુખ્ય રોડ
  • ગ-૦ થી ગ-5 સુધીનો મુખ્ય રોડ
  • જિલ્લા પંચાયતથી સે-17 થઈ સે-16 તરફ જતો એપ્રોચ રોડ તથા સે-17/22 થી સેકટર- 10
  • શોપીંગ સરકારી પ્રાથમિક શાળા સુધીનો એપ્રોચ રોડ તેમજ સેકેટર-17નો અંદરનો એપ્રોચ રિંગ રોડ
  • સરકીટ હાઉસ સર્કલથી જીમખાના થઈ આર્યુવેદિક સર્કલ જિલ્લા પંચાયત થઈ ઘ રોડ સુધીનો રોડ
  • ચ-રોડ BSNL ફૂટ રોડથી ઉદ્યોગભવન થઈ મહાત્મા મંદીર જતો સેન્ટ્રલ વિસ્ટા સર્વિસ રોડ
  • મહાત્મા મંદીરથી સાયન્સ-કોમર્સ કોલેજ બાજુથી ગ-4 થઇ ટાઉનહોલ તરફ જતો સેન્ટ્રલ વિસ્ટા સર્વિસ રોડ
  • રોડ નં.3 થી હોટલ હવેલી તરફ જતો એપ્રોચ રોડ અખબાર ભવન સુધી
  • વૈષ્ણોદેવી સર્કલથી ઈન્દ્રોડા સર્કલ જ રૉડ સેક્ટર-30 સર્કલ સુધીનો રોડ
  • ઇન્દિરા બ્રિજથી ઇન્દ્રોડા સર્કલ સુધીનો રોડ
  • શાહપુર સર્કલથી બાયપાસ સરગારાણ ચોકડી સુધીનો રોડ
  • શાહપુર સર્કલથી બાપાસીતારામ ચોકડી થઈ ગિફ્ટસીટીના ગીફ્ટ કલબ સુધીનો રોડ

આ વૈકલ્પિક રસ્તા પરથી જવાનું રહેશે

  • વૈકલ્પિક માર્ગ ચ-0 સર્કલથી ચ રોડ થઇ ચ-7થી સે-30 તરફ પ્રવેશ કરી શકાશે
  • વૈકલ્પિક માર્ગ સે-30 સર્કલથી રોડ નંબર-7 થઇ ચ રોડ તરફ પ્રવેશ કરી શકાશે.
  • વાવોલ ગામ તરફથી રેલવે ક્રોસિંગ થઇ ખ-3 તરફ આવતા રોડ પર જનતા માટે પ્રતિબંધ- વૈકલ્પિક માર્ગ વાવોલથી ક-રોડ, ક-5 સર્કલ થઇ ક-6 સર્કલ(GIDC સર્કલ) થી ક-7 રોડ થઇ ગાંધીનગરમાં પ્રવેશી શકાશે.
  • ક-રોડ હોટેલ લીલા કટથી રેલવે ક્રોસિંગથી ખ રોડ GEB કટ તરફ આવતા રોડ પર પ્રતિબંધ-વૈકલ્પિક માર્ગ વાવોલથી ક-રોડ, ક-5 સર્કલ થઇ ક-6 સર્કલ (GIDC સર્કલ) થઇ ક-7 રોડ નંબર 7 થઇ ગાંધીનગરમાં પ્રવેશ કરી શકાશે.
  • ખ-0(સરગાસણ) ચાર રસ્તાથી ખ-5 સર્કલ સુધી મુખ્ય રોડ પ્રવેશ પ્રતિબંધ-
    વૈકલ્પિક માર્ગ ખ-0થી ખ-5 બાજુ જતો વાહન વ્યવહાર ઘ-0 તરફ ડાયવર્ટ, વૈકલ્પિક માર્ગ ખ-5થી ખ-0 બાજુ જતો વાહન વ્યવહાર ગ-5 તેમજ ક-5 તરફ ડાયવર્ટ કરવો